fbpx
અમરેલી

અમરેલી શહેરમાં થયેલ ફોટોગ્રાફાના કેમેરાના સાધનો ચોરીના વણશોધાયેલ ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કેમેરાના સાધનો ચોરી કરતા ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી સીટી પોલીસ

અશોક કુમાર યાદવ , પોલીસ મહાનીરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હિમકર સિંહ સાહેબ, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં અગાઉ બનેલ વાહન ચોરી, મિલ્કત સબંધી તથા સીમ ચોરી, કે જે ગુન્હાઓ અનડિટેક્ટ રહેવા પામેલ હોય, તેવા ગુન્હાઓનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી આવા ગુન્હાઓ ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી તેનાં મુળ માલીકને મુદ્દામાલ સહી સલામત પરત મળી રહે તે હેતુથી અને આવા મિલ્કત/વાહન, સાધનોની ચોરી કરતા આરોપીઓને સત્વરે પકડી પાડી જેલ હવાલે કરવા માટે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે તા.૧૦/૦૫/૨૦૨૨ ના રોજ અમરેલી સીટી પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી એમ.એ.મોરી સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી જે.એમ દવે સાહેબ તેમજ પોલીસ સ્ટાફ અમરેલી ચીતલ રોડ પર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક ઇસમના કબ્જામાંથી અમરેલી શહેર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૪૬૩, IPC કલમ-૩૭૯ મુજબના ગુન્હાના કામે અમરેલી શહેરમાં તારવાડી રોડ વાંઝાવાડી માથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ Canon કંપનીના કેમેરાના સાધનો સાથે મળી પકડી પાડી ગુન્હો ડિટેક્ટ કરેલ છે. આરોપી :- ભરતભાઇ જેરામભાઇ જીકાદ્રા ઉ.વ.૨૩, ધંધો.હિરા રહે.મુળ ભોરીંગડા તા.લીલીયા જી.અમરેલી હાલ રહે સુરત
નાના વરાછા પુણાગામ ગીતાનગર-૨ રૂમનં.૧૦૬ તા.જી.સુરત વાળા પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ કબ્જે કરેલ મુદામાલ:- (૧) Canon કંપનીનો 85MM લેન્સ નંગ -૦૧ કિ.રૂ.૨૫૦૦૦/- તથા નં. (ર) Canon કંપનીનો 24 105MM લેન્સ નંગ -૦૧ કિ.રૂ.૫૫૦૦૦/- તથા નં.(3) 64GB નુ 50 મેમરી કાર્ડ નંગ -૧ કિ.રૂ.૧૫૦૦/- તથા નં.(૪) કેમેરાની બેટરી નંગ-૦૧ કિ.રૂ.૨૫૦૦/- તથા નં.(૫) કેમેરાની ફલેશ લાઇટ નંગ -૦૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા (૬) કેમેરાના ફ્લેફ્લાઇટ નુ મેગમુડ નંગ-૦૧ જેની કિ.રૂ.૧૫૦૦/- તથા નં.(૭) એક કાળા કલર ની બેગ (બગલ થેલો) નંગ-૦૧ જેની કિ.રૂ.૨૦૦/- મળી કુલ કિ.રૂ.૯૫,૭૦૦/ શોધાયેલ ગુન્હો (૧) અમરેલી સીટી પો.સ્ટે.ા ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૪૬૩/૨૦૨૨, IP’ કલમ-૩૭૯ આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારનાં અનડીટેક્ટ ચોરીનાં ગુન્હાનાં આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં અમરેલી
સીટી પો.સ્ટે.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.એમ.એ.મોરી તથા અમરેલી સીટી પોલીસ સ્ટાફને સફળતા મળેલ છે

Follow Me:

Related Posts