અમરેલી

અમરેલી શહેરમાં દીપડા બાદ હવે સિંહોનાં પણ આંટાફેરા શરૂ થતાં ફફડાટ

ગીરકાંઠાનાં અમરેલી જિલ્‍લાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વન્‍ય પ્રાણીઓનાં આંટાફેરા વધી રહૃાા છે. ત્‍યારે થોડા દિવસ પહેલા અમરેલી શહેરની ભાગોળે દીપડાએ દેખા દીધી હતી. ત્‍યારે આજે સવારે અમરેલી શહેરમાં આવેલ જેસીંગપરા વિસ્‍તારની નજીક આવેલ ખેતરે જવાનો માર્ગ તરીકે ઓળખાતા વિસ્‍તારમાં ત્રણથી ચાર જેટલા નાના-મોટા સિંહો આવી ચડયાનું અને બે ગાયનું મારણ કર્યાનું સ્‍થાનિક લોકો જણાવી રહૃાાં છે.

હાલમાં ગીર વિસ્‍તારમાં સિંહ અને દીપડા જેવા વન્‍ય પ્રાણીઓની વસ્‍તીમાં તોતીંગ વધારો થવા પામ્‍યો છે તેમજ જંગલ વિસ્‍તારોમાં વન્‍ય પ્રાણીઓને પાણી-ખોરાક નહી મળતા આવા રાનીપશુઓ માનવ વસ્‍તી તરફ વળ્‍યા છે જેને લઈ સિંહ રાજકોટ સુધી પણ પહોંચી ગયા હતા.

ત્‍યારે આજે અમરેલી શહેરની ભાગોળે સિંહે મારણ કર્યાની ઘટનાનાં સમાચાર અમરેલી તથા આજુબાજુનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પ્રસરી જતાં લોકોનાં ટોળે ટોળા સ્‍થળ ઉપર ઉમટી પડયા હતા.

અમરેલી શહેરની ભાગોળે દીપડા બાદ હવે સિંહો પણ આવી પહોંચતા ખેતરે કામ કરતાં ખેડૂતો તથા ખેતમજુરોમાં ભયનું વાતાવરણ .ભુ થવા પામ્‍યુંછે.

Follow Me:

Related Posts