અમરેલી

અમરેલી શહેરમાં ધોળા દિવસે દુકાનદાર ઉપર જાનથી મારી નાંખવાના ઇરાદે ફાયરીંગ કરી, જીવલેણ ઇજાઓ કરી, બુલેટ ઉપર નાસી જનાર ત્રણેય ઇસમોને ફાયરઆર્મ્સ તથા બુલેટ મો.સા. સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી શહેરમાં રામજી મંદિર પાસે દરજીનું કામ કરતાં બિપીનભાઈ મનસુખભાઈ જેઠવા (વાંજા), ઉ.વ.પર, રહે. અમરેલી, મણીનગર, સાંઈબાબાના મંદિરની બાજુમાં, મહાવીર પાર્ક, તા.જિ.અમરેલીનાઓ ગઇ તા.૦૪/૦૭/૨૦૨૧ નાં રોજ પોતાના પરિવાર સાથે બહારગામ જવા સારૂ સોમનાથ-અમરેલીની એસ.ટી.બસમાં બેસેલ હતા. જે બસના ડ્રાઇવર રઘુ ભનુભાઇ ધાધલ હતો. બસના ડ્રાઇવર, બસ બરોબર ચલાવતા ન હોય, જેથી બિપીનભાઇએ તેઓને ઠપકો આપેલ અને એસ.ટી.ના ઉપરી અધિકારીને ફરીયાદ કરવા કહેતાં, જે ડ્રાઇવર રઘુભાઇને સારૂ નહી લાગતા, બિપીનભાઇને ભડાકે દેવાની ધમકી આપેલ હતી. બાદ તા.૦૫/૦૭/૨૦૨૧ ના રોજ રઘુ ધાધલ, તેમના સાગરિતો રાજભા ગોહિલ અને દેવાંગ ગોસ્વામી સાથે ફાયર આર્મ્સ (તમો) તથા લોખંડનો પાઇપ, લોખંડનો પાટો જેવા હથિયારો લઇને તા.૦૪/૦૭/૨૦૨૧ ના રોજ થયેલ માથાકુટનો ખાર રાખી, ગુન્હાહિત કાવતરૂ રચી, બિપીનભાઇને જાનથી મારી નાખવાના સમાન ઇરાદે, બિપીનભાઇની અમરેલી શહેરમાં રામજી મંદિર પાસે આવેલ દુકાને જઇ, ગાળો આપી, રઘુભાઇએ પોતાની પાસેના તમંચા વડે બિપીનભાઇને જાનથી મારી નાખવાના ઇરાદે બે રાઉન્ડ ફાયરીંગ કરેલ, અને બિપીનભાઇએ રઘુભાઇનો હાથ પકડી લેતા, રાજભાએ બિપીનભાઇના હાથ પર લોકંડનો પાઇપ મારી, બિપીનભાઇને પકડી લેતા, દેવાંગ બાવાજીએ જાનથી મારી નાખવાના ઇરાદે લોખંડનો પાટો બીપીનભાઇને માથામાં મારી, જીવલેણ ઇજાઓ કરી, હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી, ગુન્હો કરેલ હોય, આ અંગે બિપીનભાઇ મનસુખભાઇ જેઠવા (વાંજા)ની ફરિયાદ પરથી અમરેલી સીટી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૧૦૮૦૯/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૪, ૨૮૬, ૫૦૪, ૫૦૬(૨), ૩૪, ૧૨૦બી, તથા આર્મ્સ એકટ કલમ ૨૭, ૩૦, ૨૫(૧)(એ), ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા.૦૫/૦૭/૨૦૨૧ ના રોજ રજી. થયેલ હતો.


અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબનાઓએ અમરેલી શહેરમાં નજીવી માથાકુટનું મનદુઃખ રાખી, દુકાનદારને જાનથી મારી નાંખવાના ઇરાદે ફાયરઆર્મ્સ વડે સરાજાહેર ફાયરીંગ કરી, જીવલેણ ઇજાઓ પહોંચાડી, નાસી જનાર આરોપીઓને પકડી પાડી, તેની સામે ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હતું. અને આરોપીઓને પકડી પાડવા અમરેલી એલ.સી.બી એસ.ઓ.જી. તથા અમરેલી સીટી પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી, સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતાં.
ઉપરોક્ત ગુન્હાના આરોપીઓને બાતમી અને ટેકનીકલ સોર્સની મદદથી એલ.સી.બી. ટીમ દ્વારા બોટાદ જિલ્લાના પાળીયાદ નજીક આવેલ તુરખા ગામની સીમમાંથી પકડી પાડવામાં આવેલ છે.
→ પકડાયેલ આરોપીઓ
(૧) રઘુ ભનુભાઇ ધાધલ, ઉ.વ.૩૯, રહે.અમરેલી, સત્યનારાયણ સોસાયટી, હનુમાનપરા રોડ (૨) રાજભા જયમલજી ગોહિલ, ઉ.વ.૪૮, રહે.અમરેલી, ગોકુળધામ હનુમાનપરા રોડ (૩) દેવાંગ યશવંતગીરી ગોસ્વામી, ઉ.વ.૨૬, રહે.અમરેલી, સત્યનારાયણ સોસાયટી, હનુમાનપરા રોડ

કબ્જે લીધેલ મુદ્દામાલ –
આરોપીઓ પાસેથી મળી આવેલ નીચે જણાવેલ વિગતેનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લીધેલ છે. (૧) એક દેશી બનાવટનો તમંચો (ફાયર આર્મ્સ), કિં.રૂ.૧,૦૦૦/
(૨) એક રોયલ એનફીલ્ડ બુલેટ, ક્લાસિક ૩૫૦ મોડલનું, રજી. નંબર GJ.14.AL.0012, કિં.રૂ.૫૦,000/
→ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ
* આરોપી ૨૫ ભનભાઇ ધાધલ વિરૂધ્ધ નોંધાયેલ ગુન્હાઓ


(૧) બગસરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.૨,૮,૧૨/૨૦૧૮, ઇ.પી,કો. કલમ- ૨૭૯, ૩૦૪(૨), ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ-૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબ.
(ર) અમરેલી તાલુકા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૫૨/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૫૦૪, ૫૦૬(૨) તથા આર્મ્સ એક્ટ કલમ- ૨૫ (૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ, (૩) અમરેલી સીટી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૯૦/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૫૦૬ તથા આર્મ્સ એક્ટ કલમ
૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ, (૪) અમરેલી સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૪૩૮૨૦૦૯, ઇ.પી.કો. કલમ ૧૪૭, ૧૪૮,૧૪૯, ૩૨૪, ૩૦૭, ૫૦૪,

૪૫૨ તથા જીપી એક્ટ કલમ ૧૩૫, (૫) અમરેલી સીટી પો.સ્ટે. સેકન્ડ.ગુ.ર.નં.૧૫૧૮૨૦૦૮, જુગાર ધારા કલમ- ૪, ૫.
હું આરોપી દેવાંગ યશવંતગીરી ગોસ્વામી વિરૂધ્ધ નોંધાયેલ ગાઓ .


(૧) અમરેલી સીટી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર,ન, ૩૪/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫
(૨) ધારી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૮/૨૦૧૫, ઇ.પી.કો. કલમ- ૨૭૯, ૩૦૪(૨), ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ-૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબ (3) અમરેલી સીટી પો,સ્ટે. સે.ગુ.ર.ન. ૧૭૬/૨૦૧૪, ઇ.પી.કો. કલમ ૪૨૩, ૩૨૩, જી.પી.એક્ટ કલમ ૧૩૫
પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પો.સ્ટે.માં સોંપી આપેલ છે. આ ગુન્હો કરવા પાછળનો ખરેખર ઇરાદો શું હતો, ગુન્હો કરવા માટે ફાયરઆર્મ્સ ક્યાથી, કોની પાસેથી મેળવેલ હતું. આ ગુન્હોમાં અન્ય કેટલા આરોપીઓ સડોવાયેલ છે, આરોપીઓ ગુન્હો બન્યા પછી ફરાર થઇ ગયેલ હોય, તેઓને ફરાર થવામાં કોણે મદદ કરેલ હતી, કોણે આશ્રય આપેલ હતો વિ. મુદ્દાઓ અંગે આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા, પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે

Related Posts