fbpx
અમરેલી

અમરેલી શહેરમાં બહારપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડરૂ.૧૫,૪૯૦/- સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ આજ રોજ તા.૧૪/૦૯/૨૦૨૩ ના રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે અમરેલી, બહારપરા, સંઘીના મેલડી માતાજીના મંદીરની સામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓઃ-

(૧) દિપકભાઇ કનુભાઇ સોલંકી, ઉ.વ.૩૩, રહે.અમરેલી, બહારપરા, સામુદ્રી માતાના મંદીર સામે. (૨) આશીષભાઇ અરવિંદભાઇ સોલંકી, ઉ.વ.૨૭, રહે,અમરેલી, બહારપરા, સામુદ્રી માતાના મંદીર સામે.

(૩) ભરતભાઇ વજીભાઇ સોલંકી, ઉ.વ.૪૨, રહે.અમરેલી, બહારપરા, સામુદ્રી માતાના મંદીર સામે, (૪) અરજયભાઇ વલ્લભભાઇ ચૌહાણ, ઉ.વ.૨૪, રહે.અમરેલી, બહારપરા, સામુદ્રી માતાના મંદીર સામે. (૫) જતીનભાઈ ભરતભાઇ સોલંકી, ઉ.વ.૧૯, રહે.અમરેલી, બહારપરા, સામુદ્રી માતાના મંદીર સામે, તા.જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલઃ-

રોકડા રૂ.૧૫,૪૯૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૧૫,૪૯૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. ભગવાનભાઇ ભીલ, મહેશભાઇ સરવૈયા, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. જાહીદભાઇ મકરાણી તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts