હાલ અમરેલી શહેરને પાણી પુરવઠો પૂરો પાડતી મહી પરીએજ યોજનાની કેનાલમાં સાફ, સફાઈ અને મરામતની કામગીરી શરૂ હોવાનાં કારણે અમરેલી નગરપાલિકાને મહી પરીએજ યોજનાનું પાણી આવતા રવિવાર એટલે કે તા.૨૨/૦૮/૨૦૨૧ સુધી અપુરતા તથા અનિયમીત મળવાનું હોવાથી પાણી પુરવઠા વિતરણમાં અનિયમીતતા સર્જાય શકે તેમ છે. આ યોજનાનું પાણી શરૂ થતા રાબેતા મુજબ નિયમીત પાણી પુરવઠા વિતરણ શરૂ કરવામાં આવશે. આ બાબતને ધ્યાને લઈ તમામ નગરજનોને પાણીનો કરકસરપુર્વક વપરાશ કરવા અમરેલી નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અમરેલી શહેરમાં રવિવાર સુધી કેનાલ સાફ-સફાઈની કામગીરીના લીધે પાણી પુરવઠા વિતરણમાં અનિયમીતતા સર્જાશે. નગરજનોને પાણીનો કરકસરપુર્વક વપરાશ કરવા અમરેલી નગરપાલિકા દ્વારા અનુરોધ

Recent Comments