અમરેલી

અમરેલી શહેરમાં વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય

અમરેલી શહેરમાં વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. અમરેલીના વોર્ડ નં 9 અને વોર્ડ નં 10 ની બહારપરા પ્રાથમિક શાળા બહાર જ કીચડ ગંદકીના થર જામ્યા છે અને બાલમંદિર-શાળા નજીક જ જાહેર શૌચાલય હોવાથી તેની ગંદકીઓ પણ બહાર આવી છે. લોકોમાં પાલિકાની ઉદાસીનતાને પગલે ભારે રોગચાળો વકરવાની દહેશત જામી છે. પાલિકાના નગરસેવકે ગંદકીથી તરબતર વિસ્તારો માટે રોષ ઠાલવ્યો.

Related Posts