અમરેલી શહેરમાં સુખનિવાસ કોલોનીમાં આવેલ સુખનાથ મહાદેવ મંદિર પાસે કોમ્યુનીટી વોલ બનાવવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશ ધાનાણી
અમરેલી શહેરમાં સુખનિવાસ કોલોમાં સુખનાથ મહાદેવનું પોૈરાણીક શીવ મંદિર આવેલ છે, આ જગ્યા ધામિક કાર્યક્રમ, કીર્તન, ભજન જેવા દરરોજ કાર્યક્રમ થાય છે, અને આ જગ્યાએ ચોમાસા દરમ્યાન ખુબ કીચડ થાય છે, અને પાણીનો ભરાવો થાય છે, જેનાથી આ મંદિરે આવતા દર્શનાર્થીઓને ખુબ મુશ્કેલીઓ પડે છે, આ
સુખનાથ મહાદેવ મંદિરે કોમ્યુનીટી વોલની ખુબ જરૂરીયાત હતી, આથી અમરેલી કોેંગ્રેસપક્ષના અગ્રણી હંસાબેન જોષીએ અમરેલીના યુવા ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણી સમક્ષ રજુઆત કરી હતી. આથી રજુઆત સાંભળીને તુરંત જ ધારાસભ્યશ્રીની ગ્રાંન્ટમાંથી સુખનિવાસ કોલોનીમાં આવેલ સુખનાથ મહાદેવ મંદિર પાસે કોમ્યુનીટી વોલ બનાવવાનાના કામે નાણાંની ફાળવણી કરતા અમરેલીના મહિલા કોગ્રેસ અગ્રણી હંસાબેન જોષી તથા સુખનિવાસ કોલોના રહીશોએ પરેશભાઈ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
Recent Comments