fbpx
અમરેલી

અમરેલી શહેરીજનો માટે પીવાનાં પાણીની વિતરણ વ્યવસ્થા પણ ખોરંભે પડેલ હોય જેની શહેરીજનોએ નોંધ લેવા વિનંતી.

અમરેલી નગરપાલિકાની યાદીમાં જણાવ્યાં મુજબ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગ-અમરેલી દ્વારા અમરેલી શહેરમાં સાવરકુંડલા રોડ ઉપર ગુજકોમાસોલ સામે મહી પરીયેજ યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા તે વિભાગ તરફથી પાઈપલાઈન રીપેરીંગની કામગીરી શરૂ કરેલ છે, પરંતુ આ કામગીરીમાં યોગ્ય ટેકનીકલ માર્ગદર્શનનાં અભાવે વિલંબ થતાં શહેરનાં અમુક વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા સદંતર ઠપ્પ થઈ જતાં શહેરીજનો માટે પીવાનાં પાણીની વિતરણ વ્યવસ્થા પણ ખોરંભે પડેલ હોય જેની શહેરીજનોએ નોંધ લેવા વિનંતી.

અમરેલી શહેરીજનોએ પીવાનાં પાણી માટે મહી પરીયેજ યોજના પર આધાર રાખવો પડે છે, ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા છેલ્લાં ૪-દિવસથી શહેરનાં ગુજકોમાસોલ સામે આવેલ મુખ્ય પાણીની પાઈપલાઈનનું રીપેરીંગ કાર્ય હાથ ધરાયેલ છે. આ મુખ્ય લાઈનમાંથી અમરેલી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ મુખ્ય પાઈપલાઈનમાં છેલ્લાં ૪-દિવસથી ભંગાણ સર્જાયેલ છે. આ ભંગાણમાં ટેકનીકલ માર્ગદર્શનનાં અભાવે રીપેરીંગ કાર્ય ખોરંભે ચડેલ હોવાનું જાણવા મળે છે. ગ્રામ્ય પંથક તેમજ શહેરીજનોએ આ રીપેરીંગ કાર્ય પુર્ણ ન થાય, ત્યાં સુધી વિતરણ વ્યવસ્થામાં ખામી સર્જાય તેમ હોવાથી પાણી પુરવઠો વહેલીતકે શરૂ થાય તે દિશામાં પગલાં ભરવામાં આવી રહેલ છે, ત્યારે સર્જાયેલ ભંગાણ અંગે શહેરીજનોએ પણ સાથ-સહકાર આપવા વિનંતી.

Follow Me:

Related Posts