fbpx
અમરેલી

અમરેલી શહેરી વિસ્તારમાં લોડિંગ રિક્ષાની લોન મળતા બે યુવાઓએ સરકારનો આભાર માન્યો

વિવિધ રોજગારલક્ષી યોજનાઓ થકી યુવાઓને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

ગ્રામ્ય અને શહેરી કક્ષાએ અસંગઠિત, ઓછી આવક ધરાવતા અને છૂટક કામકાજ કરતા લોકો આર્થિક બાબતે આત્મનિર્ભર બને અને જુદા જુદા વ્યવસાય થકી રોજગારી મેળવી પગભર થાય તે માટે વિવિધ રોજગારલક્ષી યોજનાઓ અમલમાં છે. તાજેતરમાં દિનદયાળ અંત્યોદય યોજના- નેશનલ અર્બન લાઇવલીહુડ મિશનના સ્વરોજગાર કાર્યક્રમ હેઠળ લોડીંગ રીક્ષા ખરીદવા માટે અમરેલી શહેરી વિસ્તારના એક યુવાનને બે લાખની અને બીજા યુવાનને ૧.૯૦ લાખની લોન મળતા બે કુટુંબનું જીવન ધોરણ ઊંચું આવ્યું હતું.

આ અંગે માહિતી આપતા અમરેલીના શબ્બીરભાઈ સતારભાઈ કચરા જણાવે છે કે ડ્રાઇવીંગ ફાવતું હોવાથી કેટલાય સમયથી લોડીંગ રીક્ષા લેવાનું વિચારી રહ્યો હતો પણ નબળી આર્થિક પરિસ્થિતિના લીધે ન લઇ શક્યો. એક મિત્ર થકી રોજગારલક્ષી યોજનાઓ વિષે માહિતી મળતા તાત્કાલિક અરજી કરી. અમરેલી નગરપાલિકામાં સરકારની એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત સબસીડીવાળી લોન મને મળવાપાત્ર હોવાથી અમરેલી નગરપાલિકાના એન.યુ.એલ.એમ. વિભાગની મુલાકાત લીધી ત્યાંથી ડ્રાઇવીગ સારી રીતે કરી શકતો હોવાથી લોડીંગ રીક્ષા લેવા માટે રકમ ૨ લાખની લોન યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આપવામાં આવી હતી. લોન મળ્યાના ૪ મહિના બાદ મારી આવકમાં પણ વધારો થયો છે. અને વર્તમાન સમયમાં મારા કુટુંબની તમામ જરૂરીયાતો ખુબ જ સરળતાથી પુરી કરવા પગભર થઇ ગયો છું.

આ જ યોજનાના બીજા લાભાર્થી રમીજ અશરફભાઈ તરકેશા પોતાના પ્રતિભાવ આપતા જણાવે છે કે મારા કુટુંબનું ભરણ પોષણ ટુ વ્હીલર પર સોફટ ડ્રિક્સ વેચીને કરતો હતો. ટુ વ્હીલરને લીધે હું આજુબાજુના ગામોમાં તેમજ બહોળા પ્રમાણમાં સોફટ ડ્રિક્સનું વેચાણ ન કરી શકતા નફો ઓછો મળતો. પરંતુ લોડીંગ રીક્ષા લેવા માટે ૧.૯૦ લાખની લોન મળતા જ આજુબાજુનાં ગામોમાં બહોળા પ્રમાણમાં સોફટ ડ્રિક્સ વેચાણ કરી શકું છું.

ઉલ્લેખનીય છે કે આગામી ૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલી ખાતેથી ૨૬ ફેબ્રુઆરીના રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવનાર છે. આ મેળામાં અમરેલી જિલ્લાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવનાર છે.

Follow Me:

Related Posts