અમરેલી શહેર અને જિલ્લામાં આજે તાપમાનનો પારો 42 ડિગ્રી પર પહોંચતા શહેરી વિસ્તારના લોકો અકળાઇ ઉઠ્યા,આજે બુધવારે સવારે 10 વાગ્યા પછી ગરમી સતત વધતી જોવા મળી હતી, જેના કારણે લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યાં હતા,અમરેલી, લાઠી, બાબરા, ધારી, કુંકાવાવ, વડીયા, દામનગર, લીલીયા, ખાંભા, ચલાલા, રાજુલા, સાવરકુંડલા વિસ્તારમાં સાંજના 7 વાગ્યા સુધી આજે ગરમી યથાવત રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. હાલ બપોરના સમયે મોટાભાગના શહેરી વિસ્તારમાં કરફ્યુ જેવો માહોલ બની રહ્યો છે.
અમરેલી શહેર અને જિલ્લામાં આજે તાપમાનનો પારો 42 ડિગ્રી પર પહોંચતા શહેરી વિસ્તારના લોકો અકળાઇ ઉઠ્યા


















Recent Comments