અમરેલી

અમરેલી શહેર એક સમસ્યાઓ અનેક :શકિત ગ્રુપ

અમરેલી શહેર અનેક સમસ્યાઓ ના સાગરમાં ડૂબી ગયેલ છે ત્યાર આમાથી કોણ બહાર કાઢશે કારણ કે શહેરીજનોની પીડા કોણ સાભળશે તેવો પ્રશ્ન શહેર ના શકિત ગ્રુપ યુવાઓ  ઉઠાવી સમસ્યાઓ ની ચિતાર આપતી લેખિત રજૂઆત કરી હૈયાવરાળ ઠાલવી છે અમરેલી શકિત ગ્રુપ એ કરેલ લેખિત રજૂઆત મા જણાવેલ કે જિલ્લા  મથક અમરેલી ની સમસ્યાઓ બાબતે કોણ હાક સાંભળશે કારણ કે શહેર મા બસો થી વઘુ સોસાયટીઓ વસેલ હોવા છતા ત્યાં આજની સ્થિતિએ પ્રાથમિક સુવિધાનો સદતર અભાવ જોવા મળે છે શહેર મા તાજેતરમા સવિલ હોસ્પિટલ રોડ રાજમહેલ રોડ ચિતલ રોડ સુઘી ના માગો બન્યા છે જે તમામ માગો બનવાની સાથે તેમા ગાબડાઓ પડવા લાગ્યા છે આ ગાબડાઓ ને વાહન ચાલકો મુશ્કેલીઓ પડી રહી છે તો માગો પરથી સતત ઘુળની ડમરીઓ ઉડશે છે શહેર મા સ્વચ્છતા અભિયાન નની ઘજીયા ઉડતી હોય તેમ કયાક સ્વચ્છતા જોવા મળતી નથી ચિતલ રોડ સિવિલ હોસ્પિટલ રોડ પોસ્ટ ઓફિસ રોડ ગંદકી ના ગજો જાહેર મા હોવાથી રાહદારીઓને ફરજિયાત મોઢે રૂમાલ રાખીને નિકળવુ પડે છે જેમા ખાસ કરીનૈ બહાર ના પ્રવાસીઓ શહેર ની ખરાબ છાપ લઈને જઈ રહ્યા છે શહેર ની અનેક સોસાયટીઓ મા ગટરના ગંદા પાણીના યોગ્ય નિકાલ ના અભાવે છે  કોમન પ્લોટ મા સુવિધાઓ ઉપલબ્ધ કરવો બાળકો ને રમત ગમત સાઘનો હોલ બનાવવો.

Related Posts