અમરેલી

અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદિપ પંડ્યાએ ગુજરાતમાં મુખ્યમંત્રી ને લેટર લખી માગણી કરી

અમરેલી શહેર અને અમરેલી તાલુકા વડિયા કુંકાવાવ સહિત અમરેલી વિધાન સભા વિસ્તારમાં માં જે અવિરત અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઉપરોક્ત જણાવેલ આખાય વિસ્તાર માં ભારે નુકશાન થયેલ હોય અસર ગ્રસ્ત વિસ્તારમાં માં તાત્કાલીક અસરથી સર્વે કરી સહાય ચૂકવવા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ને લેટર લખી માંગણી કરી.

છેલ્લા ઘણા દિવસો થી અમરેલી શહેર અને અમરેલી તાલુકા વડિયા કુંકાવાવ સહિત અમરેલી વિધાન સભા વિસ્તારમાં માં જે અવિરત અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઉપરોક્ત જણાવેલ આખાય અમરેલી વિધાનસભા વિસ્તારમાં વેપારીઓ તેમજ આ વિસ્તાર માં વસતા નાગરિકો ના ઘણી જગ્યા એ મકાનો ધરાસાહિ તથા ડેમેજ થયાં છે અનેક  વેપારીઓ ને દુકાન ફેકટરી સહિત ના વિસ્તારમાં માં પાણી ઘુસી આવતા મોટા પ્રમાણમાં નુકશાન  થયા છે તાત્કાલિક અસર થી સર્વ કરી તેને યોગ્ય વળતર ચૂકવવા યોગ્ય ધોરણસર ની કાર્યવાહી કરવા ભલામણ  સહ વિનંતિ કરું છું. સાથો સાથ શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં કાયમી પાણી ભરાય છે તેવી જગ્યા ઓ પર કાયમી પાણી ના નિકાલ માટે ની યોગ્ય વ્યવસ્થા ઉભી  કરી  આવા પ્રશ્નો નો કાયમી નિકાલ કરવા કાર્યવાહી કરવા ભલામણ કરતાં એડવોકેટ સંદીપ પંડ્યા.

Follow Me:

Related Posts