fbpx
અમરેલી

અમરેલી શહેર, જીલ્લાના ખાનગી ડોકટરો હડતાલમાં જોડાયા

રાજ્યમાં રાજ્ય સરકારના એકતરફી નિર્ણયના વિરોધમાં અંદાજે ૪૦ હજાર ખાનગી ડોકટરોએ હડતાલ પાડી હતી તેમાં અમરેલી શહેર, જીલ્લાના ખાનગી ડોકટરો પણ હડતાલમાં જોડાયા હતા. સવારથી હોસ્પિટલો, દવાખાના બંધ રહ્યા હતા.

રાજ્યમાં રાજ્ય સરકારના એકતરફી નિર્ણયના વિરોધમાં અંદાજે ૪૦ હજાર ખાનગી ડોકટરોએ હડતાલ પાડી હતી તેમાં અમરેલી શહેર, જીલ્લાના ખાનગી ડોકટરો પણ હડતાલમાં જોડાયા હતા. સવારથી હોસ્પિટલો, દવાખાના બંધ રહ્યા હતા. રાજ્યમાં પ્રથમ વખત આરોગ્યની ઇમરજન્સી સેવાઓ પણ બંધ રહી હતી. ફાયર, એન.ઓ.સી.ના નવા નિયમોએ તબીબોની ઊંઘ હરામ કરી નાખી છે. અવ્યવહારુ નિયમો ગણાવીને અમરેલી સહિતના રાજ્યના ૪૦ હજાર ખાનગી ડોક્ટરોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. અમરેલી શહેર સાથે અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકોના ખાનગી ડોક્ટરોએ બંધ પાળ્યું હતું. આરોગ્ય લક્ષીઓ સેવાઓ ખાનગી તબીબોએ બંધ રાખતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. સવારથી સરકારી હોસ્પિટલો તેમજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ હતી.

Follow Me:

Related Posts