અમરેલી શહેર તથા રાજુલા ઢાઉન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) નો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દુર કરવા પ્રોહી જુગારના કેસો કરવા ખાસ પ્રોહી – જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ પ્રોહી – જુગાર ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાં દારૂ – જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે ગઇકાલ તા .૦૭ / ૦૬ / ૨૦૨૨ ના રોજ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી.આર.કે.કરમટા નાઓની રાહબરી નીચે , અમરેલી એલ.સી.બી ટીમે અમરેલી શહેર તથા રાજુલા ટાઉન વિસ્તારમાં રેઇડ કરી , ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની બોટલો સાથે કુલ ત્રણ ઇસમોને પકડી પાડી , તેમના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ છે . ( ૧ ) રાજલા ટાઉનમાંથી વિદેશી દારૂની હેર – ફેર કરતા બે ઇસમોને પકડી પાડેલા રાજુલા ટાઉનમાં આગરીયા જકાતનાકેથી બે ઇસમોને મોટર સાયકલ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર – ફેર કરતા પકડી પાડેલ છે . પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) અસલમભાઇ રજાકભાઇ કાલવા , ઉ.વ .૨૧ , રહે.રાજુલા , તવક્કલનગર , તા.રાજુલા , જિ.અમરેલી , ( ૨ ) કિશનભાઇ જીકાભાઇ સોલંકી , ઉં.વ .૨૩ , રહે મોટા આગરીયા , તા.રાજુલા , જિ.અમરેલી પકડાયેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની ઇમ્પિરિયલ બ્લુ વ્હિસ્કીની , ૧૮૦ મીલીની બોટલ નંગ -૬ , કિં.રૂ .૪૨૦ / – તથા હીરો હોન્ડા સીડી ડીલક્સ મોટર સાયકલ રજી.નંબર GJ – 25 – E – 5666 , કિં.રૂ , ૧૫,૦૦૦ / – મળી કુલ કિં.રૂ. ૧૫,૪૨૦ / – નો મુદ્દામાલ **** ( ર ) અમરેલી શહેરમાં કોમ્પ્લેક્સમાંથી વિદેશી દાનું વેચાણ કરતા ઇસમને પકડી પાડેલઃ અમરેલી શહેરમાં ભીડભંજન મહાદેવના મંદિર સામે આવેલ નારાયણ કોમ્પ્લેક્સમાં બીજા માળે જાહેર શૌચાલય પાસે ઉભા રહી , ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરતા એક ઇસમને પકડી પાડેલ છે . પકડાયેલ આરોપી ધવલ કાંતિભાઇ ચૌહાણ , ઉં.વ , ૨૭ , રહે.અમરેલી , બટારવાડી , લક્ષ્મી ડાયમંડ સામે , મંગલ સોસાયટી , તા.જિ.અમરેલી . પકડાયેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) રોયલ ચેલેન્જ પ્રિમીયમ વ્હિસ્કીના બે – બે લીટર ભરેલ પ્લાસ્ટિકના જગ ( આખા ) નંગ -૬ તથા એક અડધો ભરેલો જગ મળી કુલ જગ નંગ -૭ , મળી કુલ કિં.રૂ. ૭,૯૪૦ / – નો મુદ્દામાલ
Recent Comments