અમરેલી નગર પાલીકાની ચૂંટણીના પડઘમ વાગી ચુકયા છે . ત્યારે અમરેલી શહેર ભાજપ દ્વારા આજે બપોરે ૦૨.૩૦ થી ૦૫.૦૦ દરમીયાન ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વિજય સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે . આ યાત્રામાં અમરેલી શહેર ભાજપના આગેવાનો , ભાજપના ૪૪ ઉમેદવારો અને કાર્યકરો જોડાઈને શહેરના મુખ્ય માર્ગો પર લોક સંપર્ક કરશે . યાત્રા જિલ્લા ભાજપ કાર્યાલય થી એસ.ટી. ડેપો , કેરીયારોડ , રાજકમલ ચોક , ટાવર ચોક , હવેલી ચોકથી નાગનાથ મંદીરે દર્શનાર્થે જશે . તેમ અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી , નગરપાલિકા ચુંટણી ઈન્ચાર્જ મુકેશ સંઘાણી અને ભાવેશ સોઢાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે .
અમરેલી શહેર ભાજપ દ્વારા વિજય સંકલ્પયાત્રાનું ભવ્ય આયોજન ઉમેદવારો અને આગેવાનો પગપાળા જનસંપર્ક કરશે

Recent Comments