અમરેલી

અમરેલી શહેર ભાજપ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં ૭૧ માં જન્મ દિવસ નિમીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – અમરેલી સંચાલિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત અમરેલી શહેરમાં જુદા – જુદા વિસ્તારમાં કુલ -૧૩ શાળાઓ આવેલી છે . જેમાં અભ્યાસ કરતા કુલ ૨૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરે છે . હાલમાં નવા નિમાયેલ ચેરમેનશ્રી તુષાર જોષીનાં પ્રયત્નોથી આ ૧૩ શાળામાં કુલ -૨૩૦૦ વિદ્યાર્થીઓ પૈકી હાલ ધો .૬ થી ૮ માં પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ હોય જે તમામ વિદ્યાર્થીઓનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં ૭૧ માં જન્મ દિવસ નિમીતે અર્બન હેલ્થ સેન્ટર અમરેલી દ્વારા તેઓનાં ડોક્ટર ની ટીમ દ્વારા દરેક વિદ્યાર્થીઓનું શાળાઓમાં આરોગ્ય તપાસણી કરવામાં આવેલ . જેમાં દ્રષ્ટીની ખામી હોય તેવા ૧૨ બાળકો , કૃમી હોય તેવા ૭૯ બાળકો , એનીમીયા હોય તેવા ૭૧ બાળકો , શરદી , ઉધરસ હોય તેવા ૨૪ બાળકો , ચામડીના રોગ હોય તેવા ૧૦ બાળકો , પેટનો દુખાવો હોય તેવા ૧૨ બાળકો , દાંતની ખામી હોય તેવા ૭૧ બાળકો , કાનનો દુખાવો હોય તેવા ૪ બાળકો , બેધલેસનેસ વાળા ૧ બાળક , સસ્પેક્ટડ એપેન્ડીક્ષ હોય તેવા ૧ બાળક મળી આવ્યા .

આ ઉપરાંત પાણી જન્ય રોગ મચ્છરથી થતા રોગ અને કોરોના અંગે તકેદારીની માહિતી આપવામાં આવી તથા વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોને કોવીડ રસીકરણની માહિતી અર્બન હેલ્થ સેન્ટર અમરેલીની ટીમ દ્વારા આપવામાં આવેલ . આ કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઇ સાવલિયા , સારહી યુથ ક્લબ પ્રમુખ અને અમર ડેરીના વાઇસ ચેરમેનશ્રી મુકેશભાઇ સંઘાણી , નગરપાલીકા પ્રમુખશ્રી મનિષાબેન રામાણી , શહેર ભાજપ પ્રમુખ ભાવેશ સોઢા , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ –અમરેલીના ચેરમેનશ્રી તુષાર જોષી , વાઇસ ચેરમેન દામજી ગોલ , શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઇ માંગરોળીયા તથા શહેર ભાજપ ટીમ , નગરપાલીકાના સદસ્યો , પ્રાથમિક શિક્ષણ સમિતિ – અમરેલીનાં તમામ સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા . આ કાર્યક્રમને સફળ બનાવવા શાસનાધિકારીશ્રી એચ.કે.બગડા સાહેબ તથા શાળાનાં આચાર્યશ્રીઓ અને શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું તેમાં અર્બન હેલ્થ સેન્ટર અમરેલીનાં ડો . તુષાર કથીરીયા , ડો . ક્રિષ્ના ખુંટ , ડો . સુનેરા કુરેશી , ડો . વસીમ ભટ્ટી , ડો . રસીલા વિરડીયા , ડો . મૌલીકા ધડુક , ડો . ઉર્વશી સોલંકી , ડો . કોમલ ડાભી , ડો . વૈદેહી ખુંટ , ડો . હેતલ ગળથીયા તથા તમામ સ્ટાફ હાજર રહ્યા . તેવુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનાં સભ્યશ્રી અતુલપુરી ગોસાઇની અખબારી યાદીમાં જણાવાયું છે

Follow Me:

Related Posts