અમરેલી શહેર ભાજપ દ્વારા સરદાર પટેલની ૧૪૬ મી જન્મ જયંતિ ઉજવાઈ

સાંસદ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ વેકરીયા, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ સંઘાણી
સહિત હોદેદારો ઉપસ્થિત રહયા
અમરેલી શહેર ભાજપ દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬ મી જન્મ જયંતિ નિમીતે તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ મનીષ સંઘાણી, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ કાબરીયા, કિશાન મોરચાના પ્રમુખ મેહુલ ધોરાજીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા, શહેર ભાજપ પ્રમુખ ભાવેશ સોઢા, મહામંત્રી રાજેશ માંગરોળીયા, ભરતભાઈ મકવાણા, નગરપાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, તુષાર વાણી, વિજય ચોટલીયા, ભાવેશ વાળોદરા, સંજયભાઈ (ચંદુભાઈ) રામાણી સહિત નગર સેવકો, હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા તેમ અમરેલી શહેર ભાજપ મહામંત્રી રાજેશ માંગરોળીયાની અખબારી યાદીમાં જણાવાયેલ છે
Recent Comments