સરકારશ્રી ના નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત અમરેલી શહેર માં ૦૧/૦૬/૨૦૨૪ થી ૧૫/૦૬/૨૦૨૪ સુધી શહેરમાં આવેલ એન્ટ્રી ગેટ, હેરીટેઝ બિલ્ડીંગ, સ્ટેચ્યુ પાર્ક ગાર્ડન, બ્રીજ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ટેક્સી સ્ટેન્ડ, જાહેર રસ્તા ધાર્મિક સ્થળો, ટુરિસ્ટ પ્લેસ, શાકભાજી માર્કેટ, મોલ, સરકારી રહેણાંકો, પબ્લિક ટોઇલેટ, સ્લમ વિસ્તાર, વિગેરે સ્થળો પર સાફ-સફાઇ અભિયાન તેમજ કેમ્પેનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ ખાસ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરની સંસ્થાઓં તેમજ શહેરીજનો સ્વયંભુ જોડાઈને સરકારશ્રીના સ્વચ્છતા અભિયાન ને સાકાર કરવા અમરેલી નગરપાલિકા ને સહયોગ આપવા જાહેર અપીલ કરવામાં આવેલ હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ડ્રાઈવ પણ યોજવામાં આવશે. જાહેર જનતાએ પોતાનો કચરો જાહેરમાં ફેકવાના બદલે પોતાના ઘરે કે દુકાને કચરા પેટી રાખી કચરો ડોર ટુ ડોર કચરા વાહનમા જ કચરો નાખી સ્વચ્છતા અભિયાન ને સાર્થક બનવવા સહયોગ આપવા વિનંતી.જે અભિયાન અંતર્ગત આજ રોજ શહેરમાં આવેલ એન્ટ્રી તથા એક્ઝિટ પોઇન્ટ ની તથા રોડ ડિવાઇડર ની આજુબાજુ રહેલ ધૂળ માટી ઝાડી ઝાખરા ને દુર કરવા અમરેલી નગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ નું આયોજન કરવામાં આવેલ હતું.
અમરેલી શહેર માં સરકારી રહેણાંકો, પબ્લિક ટોઇલેટ, સ્લમ વિસ્તાર, વિગેરે સ્થળો પર સાફ-સફાઇ અભિયાન તેમજ કેમ્પેનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.અમરેલી શહેર માં

Recent Comments