અમરેલી

અમરેલી શહેર ‘‘શહીદ સ્મારક’’ ખાતે ‘‘પોલીસ સંભારણા દિન’’ ની ઉજવણી કરવામાં આવી

આજરોજ પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની આગેવાનીમાં અમરેલી જીલ્લાના સર્વે પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતીમાં અમરેલી શહેર ‘‘શહીદ સ્મારક’’ ખાતે ‘‘પોલીસ સંભારણા દિન’’ ની ઉજવણી કરવામાં આવી. ‘‘પોલીસ સંભારણા દિન’’ નિમિત્તે દેશમાં ચાલુ ફરજ દરમ્યાન અકાળે કે અન્ય પ્રકારના કારણોસર અવસાન પામેલ હોય, તેવા પોલીસ અધિકારી/કર્મચારીઓને શોક સલામી આપી, પુષ્પો અર્પણ કરી, શ્રધ્ધાજંલી પાઠવવામાં આવે છે. આજરોજ ‘પોલીસ સંભારણા દિન’’ની ઉજવણીમાં અમરેલી જીલ્લા પોલીસની શાખા/કચેરી તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ હાજર રહેલ હતા.

Related Posts