અમરેલી શહેર સહિત જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, ખાંભામાં 1 ઇંચ તો સાવરકુંડલામાં પોણો ઇંચ કમોસમી વરસાદ
હવામાન ખાતાની આગાહી પ્રમાણે અમરેલી જિલ્લામાં આગામી તારીખ 4 ડિસેમ્બર સુધી ભારે પવન સાથે માવઠાની સંભાવનાઓ છે તે સાચી પડી હતી. આજે વહેલી સવારથી અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીના વરસાદી આંકડા જોઈએ તો, જિલ્લામાં સૌથી વધારે વરસાદ ખાંભા પંથકમાં 30 મિમી નોંધાયો હતો. તો સાવરકુંડલામાં પણ 15 મિમી નોંધાયો હતો, જિલ્લામાં અમરેલી શહેર 3 મિમી, લીલીયા 7 મિમી અને બગસરામાં છાંટા પડ્યા હતા. આજે વહેલી સવારથી જ જિલ્લામાં આકાશ ગોરંભાયેલું હોવાથી અને કમોસમી વરસાદથી જિલ્લાના ખેડૂતો શિયાળુ પાક પર નુકશાની જવાની ભીતિથી ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
Recent Comments