અમરેલી શહેર, સાવરકુંડલા, બાબરા સહિત જિલ્લામાં કમોસમી વરસાદ

અમરેલી શહેર તેમજ જિલ્લાના સાવરકુંડલા અને બાબરા સહિત અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે કમોસમી વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલી શહેરમાં સવારથી જ વાતાવરણ જિલ્લામાં આજે સવારથી વાતાવરણ ગોરંભાયેલું હતું અને ચોમાસા જેવો માહોલ છવાયો હતો. ત્યારે બપોરના સુમારે શહેરમાં કમોસમી વરસાદ શરુ થયો હતો. સાથે ભારે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયું છે, જીલ્લામાં સાવરકુંડલા અને બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા, તો બીજી તરફ ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે. જ્યારે બાબરાના ગરણી, પાનસડા, નડાળા, વડીયા વિસ્તારના કેટલાક ગામડામા વરસાદી છાંટા જોવા મળ્યા હતા. તો જિલ્લામાં લાઠી, રાજુલા, જાફરાબાદ, ધારી, બાબરા સહિત વિસ્તારમાં વાદળા ઘેરાતાં પોતાના પાકો ને લઇને ધરતી પુત્રોની ચીંતા વધી છે.
Recent Comments