અમરેલી

અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ (સિવિલ) ખાતે તા.૨ જુલાઈ મફત નિદાનમફત સર્જરી કેમ્પ યોજાશે આયોજન

અમરેલી સ્થિત શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે આગામી તા.૨ જુલાઈ, ૨૦૨૨ને શનિવારના રોજ સવારના ૧૦ થી ૧૨ કલાક સુધી ફ્રી સર્જરી કેમ્પ યોજાશે. જનરલ હોસ્પિટલ, અમરેલી મુખ્યમંત્રી અમૃતમ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે જિલ્લા આરોગ્ય સોસાયટીના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં નવજાત શિશુથી લઈ ૧૮ વર્ષ સુધીના બાળકોની તમામ પ્રકારની સર્જરી કરવામાં આવશે ઉપરાંત સ્માઇલ ટ્રેન કાર્યક્રમ અંતર્ગત કપાયેલા હોઠ તથા ફાટેલા તાળવા ધરાવતા બાળકોની સર્જરી પણ કરવામાં આવશે. સદરહું કેમ્પમાં અમદાવાદના ખ્યાતનામ તબીબો સેવા આપશે.

         આ કેમ્પમાં કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડો.નિશ્ચલ નાયક, નવજાત શિશુ અને બાળકોના સર્જન ડો.જ્યુલ કામદાર સહિતના ઉપસ્થિત રહી સેવા આપશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ અમરેલી જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે

Related Posts