અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા પરશુરામ જયંતી નિમિત્તે જરૂરિયાતમંદ બ્રહ્મ પરિવારોને ર1 કિલોની રેશન કીટનું વિતરણ કરાયું. આ ઉપરાંત ઝૂપડામાં પ કિલોની રેશન કીટનું વિતરણ કરાયું હતું.
સમગ્ર કાર્યક્રમ બ્રહ્મસમાજના જિલ્લા પ્રમૂખ ઉદયનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન નીચે મહિલા પાંખના જિલ્લા પ્રમૂખ આશાબેન દવે, ઉપપ્રમૂખ કિરણબેન ત્રિવેદી તથા મહામંત્રી બીનાબેન ત્રીવેદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
અખાત્રીજના દિવસે અન્નદાનનો મહિમા રહેલો છે તેથી આ કોરોના કાળમાં બ્રહ્મ પરિવારને અન્નદાન કરી સમસ્ત બ્રહ્મ સમાજની જિલ્લા ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. વિતરણ સમયે બ્રહ્મરત્ન ભાગવતાચાર્ય રમેશદાદા ઠાકર આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. હજી આગામી સમયમાં પણ જરૂરિયાત વાળા પરિવાર માટે કીટ તૈયાર થઈ રહી છે
Recent Comments