અમરેલી

અમરેલી સંધી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા ગામેતી પ્રિમિયર ક્રિકેટ લીગ ડે ક્રિકેટ સીઝન – ૧ આયોજિત

અમરેલી સંધી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા  ગામેતી  પ્રીમિયર ક્રિકેટ લીગ ડે ક્રિકેટ સીઝન – ૧ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સમગ્ર અમરેલી જિલ્લાના સંધી મુસ્લિમ સમાજના નવ યુવાનોની ક્રિકેટ રમવા માટે નવ યુવાનો પોતાની ટીમ સાથે સામેલ થયા હતા

સમસ્ત સંધી મુસ્લિમના યુવાનો ખુબજ મહેનત અને લગનથી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો આ સાથે સાવરકુંડલા સંધી મુસ્લિમ સમાજના નવ યુવાનો જોડાયા હતા. જેમાં મુસ્તાક આલિયાણીની ટીમ ખુબ સારી રીતે મેચમાં ઉતરી હતી . બંને પ્રથમ બે મેચ જીતી અને ફાઈનલમાં પહોંચી હતી અને આજે ફાઈનલ મેચ રમી અને ગામેતી પ્રીમિયર લીગ સીઝન ૧  કપના વિજેતા ટીમ જાહેર કરવામાં આવી હતી .આ તકે સમગ્ર સાવરકુંડલા સંધી મુસ્લિમ સમાજે  ગૌરવ લેવા જેવી વાત છે. આ મેચમાં અમરેલી જિલ્લા સંધી વિકાસ ટ્રસ્ટના હાજી અમીનભાઈ હાલા સાહેબ તથા સમગ્ર અમરેલી જિલ્લા સંધી મુસ્લિમ સમાજના પ્રમુખ તથા ઉપપ્રમુખની તથા સમગ્ર કારોબારી સમિતિના સભ્યો દ્વારા ગામેતી પ્રીમિયર લીગ સીઝન – ૧ નું આયોજન કરેલ તે કાબિલે દાદ છે. આવનારા ભવિષ્યમાં આથી વિશેષ આયોજન કરવામાં આવે અને આપણા સમાજના નવ યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ વધી સમાજનું નામ રોશન કરે.

સાવરકુંડલા ફાઈનલમાં વિજેતા ટીમને પીરે તરીકે સરકાર દિલાવર બાપુના સાહબ જાદા પીર સરકાર દાદાબાપુ ઉર્ફે જીલ્લાની બાપુ તથા પીર સરકાર મહેબુબ રહેમાન બાપુ તથા સમગ્ર અમરેલી જિલ્લા સંધી મુસ્લિમ સમાજના હોદેદારોના મુબારક હાથોથી વિજેતા ટ્રોફી આપી હતી.

આ વિજેતા ટીમ મુસ્તાક આલિયાણી તથા સમગ્ર ટીમને અભિનંદન સાથે મુબારકબાદ પાઠવ્યા હતાં અને ભવિષ્યમાં પ્રગતિનાં શિખરો સર કરે  અને સંધી મુસ્લિમ સમાજનું નામ રોશન કરે  તેવી દિલથી દુઆ  કરતા અલીભાઈ કે જાખરા માજી પ્રમુખ સંધી મુસ્લિમ સમાજ સાવરકુંડલા.હાજી જાહિદભાઈ હુસૈનભાઈ સંમા  અબ્દુલભાઈ એમ બ્લોચ ઉર્ફે ધમાભાઈ  એમ  રજાકભાઈ ઝાખરાની એક યાદીમાં જણાવાયું હતું

Related Posts