અમરેલી

અમરેલી સંસદીય મત વિસ્‍તાર અમરેલી-મહુવા-ગારીયાધારના કોંગ્રેસના ઉમેદવારજેનીબેન ઠુમ્‍મરે કહૃાુ ભગવાનશ્રી રામ પાસે થી દરેક લોકોએ ધૈર્ય અને કરુણાનો બોધ લેવો જોઈએ

અમરેલી સંસદીય મત વિસ્‍તારમાં કોંગ્રેસના શિક્ષત  મહિલા ઉમેદવાર દ્વારા વહેલી સવારે રામજી મંદિરમાં દર્શન કરી અને વિશ્‍વ કલ્‍યાણની પ્રાર્થના કરીઅમરેલી,
અમરેલી સંસદીયા મત વિસ્‍તાર અમરેલી જિલ્‍લો અને મહુવા-ગારીયાધાર વિસ્‍તારમાં કોંગ્રેસના શિક્ષત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મરે સૌ કોઈને ભગવાન રામલલાના પ્રાગટય દિવસની હાર્દિક શુભેચ્‍છા આપી હતી.આ તકે તેમણે વહેલી સવારે અમરેલી રામજી મંદિર ખાતે દર્શન કરી અને જણાવ્‍યુ હતુ કે ભગવાન શ્રી રામ અને માતા સીતા પાસે જે ધૈર્ય હતુ. અને મજબુત મનોબળ હતુ તેની જરૂરીયાત આજના દરેક મનુષ્‍ય ને છે સાથે જણાવ્‍યુ ભગવાનશ્રી રામ કરૂણામય હતા અને તેઓ કેવટરાજ નિશાગ સાથે મૈત્રી ભાવ હતો અને સાથે માતા સબરીમાં તેમનો પુત્ર ભાવ હતો જેથી તેમણે સમાજને જીવન કરુણામય અને કોઈ ઉચ્‍ચ-નિચ ના ભેદભાવ વગર જીવન જીવવાનો બોધ આપ્‍યો છે.

બાદમાં જેનીબેન ઠુમ્‍મર અમરેલી રામનવમીની ભવ્‍ય શોભાયાત્રાના દર્શનનો લાભ લઈ અને જણાવ્‍યુ કે ભગવાન રામનો પ્રાગટય દિવસ એટલે સ્‍વયમ ભગવાન શ્રી રામ લોકોને દર્શન આપવા શોભાયાત્રા સ્‍વરૂપે નિકળે છે. અને તેનો લ્‍હાવો આજે મને મળ્‍યો તેનાથી રૂડ બીજુ શું હોઈ શકે.આ તકે તેમણે સાવરકુંડલા ખાતે ભગવાનશ્રી રામનવમી નિમીતે નિકળતી  ભવ્‍ય શોભાયાત્રામાં ઉપસ્‍થિત રહૃાા હતા.અને ભગવાન શ્રી રામ પાસે આવનાર સમયમાં લોકોમાં સુખાકારી વધે તેવા આશિર્વાદ મેળવ્‍યા હતા. આ તો કે ખોડલધામના પ્લોટના પણ દર્શન કર્યા હતાજ્યારે લીલીયા શોભાયાત્રામાં ઉપસ્થિત રહી જેનીબેન ઠુમરે મા ઉમિયા ના દર્શન કરી અને લીલીયા તાલુકાના વિકાસ કામો કરી શકો તેવી શક્તિ આપવાની માતાજી પાસે પ્રાર્થના કરી હતીઆ તકે જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત,શહેર કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ સૂચક,અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા,ટીકુભાઈ વરૂ,મૌનિસ ગોંડલીયા, જે.પી.સોજીત્રા,નરેશભાઈ અઘ્‍યારૂ સહિત વિશાળ સંખ્‍યામાં કોંગ્રેસના કાર્યકરો અને બહેનો ઉપસ્‍થિત રહૃાા હતા.

Related Posts