અમરેલી

અમરેલી સંસદીય વિસ્તારની વિવિધ,એસ.બી.આઈ. શાખાઓમાં લોકો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે સાંસદ નારણભાઈ કાછડીયા લાલઘુમ

અમરેલી સંસદીય વિસ્તારની રાષ્ટ્રીયક’ત બેંક એસ.બી.આઈ.ની વિવિધ શાખાઓમાં સામાન્ય લોકો, વેપારીઓ અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે. સાંસદશ્રીએ જણાવેલ છે કે, અમરેલી સંસદીય વિસ્તારમાં આવેલ એસ.બી.આઈ.ની વિવિધ શાખાના અધિકારીઓ અને કમૅચારીઓ દ્વારા ગરીબ, મજુરો, વેપારીઓ અને ખેડૂત ગ્રાહકોને યોગ્ય પ્રત્યુતર ન આપતા હોવાની અને ગેરવતૅણુંક કરતા હોવાની ફરીયાદો મળેલ છે. ગ્રાહકોને તડકામાં લાઈનમાં ઉભા રાખવામાં આવે છે, તેઓ માટે બેસવાની કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ જે તે શાખામાં ઉપલબ્ધ નથી. ઉપરાંત એસ.બી.આઈ.ના પેધી ગયેલ બેંક મેનેજર અને કમૅચારીઓ વ’ધ્ધો, વિકલાંગો અને અભણ ગ્રાહકો સાથે મનફાવે તેવું વતૅન કરે છે અને વારંવાર ધકકાઓ ખવરાવે છે. અમરેલી સંસદીય વિસ્તારના વ્યવસાય અથેૅ અન્ય શહેરોમાં વસવાટ કરતા લોકોને પણ શહેરો માંથી ધકકાઓ ખવરાવવામાં આવી રહયા હોવાની ફરીયાદ મળેલ છે.


આ ફરીયાદો અંગે સાંસદશ્રીએ જીલ્લાના સ્થાનિક અધિકારીઓને ખખડાવ્યા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા જણાવેલ હતુ કે, અમરેલી સંસદીય વિસ્તારની ૬ર (તમામ) એસ.બી.આઈ. શાખાઓમાં ગ્રાહકો માટે પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવે, ગ્રાહકોના કામો એક જ ધકકે પૂણૅ થાય તેની ખાસ તકેદારી લેવામાં આવે, અધિકારીઓ અને કમૅચારીઓ દ્વારા ગ્રહકોને પ્રોપર જવાબ આપવામાં આવે. ગ્રાહકો છે તો જ બેંક છે એટલે અમરેલી સંસદીય વિસ્તારના તમામ એ.જી.એમ. દ્વારા તેમની હેઠળ આવતી તમામ શાખાઓ ઉપર કંટ્રોલ રાખવામાં આવે અને આ અંગે તમામ બેંક મેનેજર અને કમૅચારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે.

Related Posts