fbpx
અમરેલી

અમરેલી સંસદીય વિસ્તાર માંથી પસાર થતા નેશનલ હાઈવેના કામોમાં થઈ રહેલ વિલંબ અંગે કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીને રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

નેશનલ હાઈવેના સ્થાનિક અધિકારીઓ તફરથી ભાવનગર–સોમનાથ, મહુવા–જેતપુર, ઉના–બગસરા અને નાગેશ્રી–ચોટીલા નેશનલ હાઈવેની કામગીરી ખુબ જ ધીમી ગતિએ ચાલતી હોવા બાબતે સાંસદશ્રીએ ઉચચ કક્ષાએ રજૂઆત કરી અમરેલી સંસદીય વિસ્તારમાંથી પસાર થતા ચારેય નેશનલ હાઈવેની કામગીરીમાં સ્થાનિક નેશનલ હાઈવેના અધિકારીઓ તરફથી થતા વિલંબ બાબતે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ કેન્દ્રીય સડક પરિવહન અને રાષ્ટ્રીય રાજમાગૅ મંત્રી નીતિનભાઈ ગડકરીને ગત તા. ૧૦ ઓગષ્ટ, ર૦ર૧ના રોજ રૂબરૂ તેમજ લેખિત રજૂઆત કરેલ હતી.

સાંસદએ વિવિધ નેશનલ હાઈવેના કામોમાં થઈ રહેલ વિલંબ અંગે રજૂઆત કરતા જણાવેલ હતુ કે, વતૅમાનમાં ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવેની કામગીરી ૬ પેકેજમાં ચાલી રહી છે. જેમાં ભાવનગર થી તળાજા, તળાજા થી મહુવા, મહુવા થી કાગવદર, કાગવદર થી ઉના, ઉના થી કોડીનાર અને કોડીનાર થી વેરાવળ (સોમનાથ)નો સમાવેશ થાય છે. જે પૈકી અમરેલી સંસદીય વિસ્તાર માંથી પેકજ નં. ર, ૩ અને ૪ પસાર થાય છે. જેમાંથી પેકેજ ર અને ૩ ની કામગીરીનું ટેન્ડર ોભ. કંપનીને ગયેલ પરંતુ આ કંપની દ્વારા સ્થળ ઉપર કામગીરી ન કરવાને લીધે નેશનલ હાઈવે ઓથોરીટી તરફથી આ એજન્સીને ટમીૅનેટ કરી પેકેજ નં.ર નું કામ કળથીયા એન્જી. એન્ડ કન્સ્ટ્રકશન લી.ને ઈપીસી મોડ ઉપર અને પેકેજ નં. ૩ નું કામ કેસીસી બિલ્ડકોન પ્રા.લી. ને આપવામાં આવેલ છે. અત: એજન્સીઓ દ્વારા આ બંને પેકેજના કામો ઝડપથી પૂણૅ કરવામાં આવે તે માટે સ્થાનિક અધિકારીઓ અને એજન્સીને જરૂરી નિદેૅશો આપવામાં આવે.

ઉપરાંત મહુવા–જેતપુર (દજ ઘપક્ષ્૯ (૧૮૦ કી.મી.) નેશનલ હાઈવેને પાંચ પેકેજમાં વિભાજીત કરી આગળની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામ કેન્દ્ર સરકાર તરફથી વષૅ ર૦૧પ માં મંજુર થયા બાદ ચાર વષેૅ એટલે કે ર૦૧૯માં અલાયમેન્ટ એપ્રુઅલ કરવામાં આવેલ અને પેકેજ ૧ ના ઘબ ને રીવાઈઝ કરી નાયબ કલેકટરશ્રીને મોકલવામાં આવેલ છે તથા પેકેજ–ર અને ૩ ની જમીન
સંપાદનની પ્રક્રિયા માટે ડી.આઈ.એલ.આર.માં પ્રપોઝલ કરવામાં આવેલ છે અને પેકેજ–૪ અને પ ની એલ.એ.પી. ડ્રોઈંગની કામગીરી ચાલી રહી છે. સદર નેશનલ હાઈવેની જાહેરાતને ૬ વષૅ જેટલો સમય થવા આવેલ હોઈ, સદર કામે પ્રગતિ લાવવા સ્થાનિક નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓને જરૂરી સૂચના આપવા તથા સરકારશ્રી તરફથી જાહેરાત કરવામાં આવેલ નાગેશ્રી–ખાંભા–ચલાલા–અમરેલી–બાબરા–જસદણ–ચોટીલા (દભધ દજ ઘપક્ષ્ન૯ ર૦૩ કી.મી અને બગસરા–ધારી–ઉના (દભધ દજ ઘપક્ષ્છ૯ ૯૯.૪૦ કી.મી. નેશનલ હાઈવેની કામગીરી રાજકોટ ડીવીઝન તફરથી ખુબ જ ગોકળ ગાયની ગતિએ ચાલી રહેલ છે. અત: અમરેલી સંસદીય વિસ્તાર માંથી પસાર થઈ રહેલ આ ચારેય નેશનલ હાઈવેની કામગીરીમાં પ્રગતિ આવે તે માટે સંબંધિત અધિકારીઓ અને એજન્સીઓને જરૂરી સૂચના પ્રદાન કરવા સાંસદશ્રીએ કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીને રજૂઆત કરેલ હોવાનું સાંસદ કાયૉલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts