અમરેલી સબ ડીવીઝનમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાંનુ વેચાણ કરવાની પરવાનગી માટે તા. ૧૩ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી
ગત વર્ષની જેમ ચાલુ વર્ષે સરકારશ્રીની વખતોવખતની ગાઇડલાઇનને અનુસરીને ચાલુ વર્ષે આગામી તા.૧૨/૧૧/૨૦૨૩ નાં રોજ દિવાળીનાં તહેવાર દરમિયાન અમરેલી સબ ડીવીઝનમાં આવેલ અમરેલી તાલુકામાં હંગામી/ટેમ્પરરી, દારૂખાનું/ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત કે ધંધાથી ૫૦ (પચાસ) મીટર દુર સળગી ન ઉઠે તેવા સિમેન્ટનાં પતરા, ગેલ્વેનાઈઝનાં પતરાનાં ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નકકી કરવામાં આવે તે જગ્યા પર ઉભા કરી તેમાં દારૂખાનું રાખવા તથા વેચાણ કરવા માટે ફોર્મ.નં.એ.ઈ.૦૫માં અરજી કરી નમુના. નં. એલ. ઈ. ૦૫માં લાઈસન્સ મેળવવું ફરજીયાત છે.
આ લાઈસન્સ જેઓ મેળવવા માંગતા હોય તેમણે ફોર્મ.નં.એ.ઈ.- ૦૫માં નિયત નમુનામાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, અમરેલીને તા. ૧૩/૧૦/૨૦૨૩ સુધીમાં નીચે પ્રમાણેનાં આધાર જોડીને અરજી ત્રણ નકલમાં કરવાની રહેશે. અરજી સાથે અરજી ફોર્મ.નં.એ.ઈ.૦૫માં ઠરેલ નમુનામાં જ કરવાની રહેશે. અરજીમાં સંપુર્ણ વિગતો સુવાચ્ય અને સચોટ ભરી, અરજી ઉપર અરજદારશ્રીએ તાજેતરનો એક પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ અચૂક લગાડવાનો રહેશે. અરજી ઉપર રૂ.૦૩-૦૦ની કોર્ટ ફી સ્ટેમ્પ અચૂક લગાવવાની રહેશે. અરજી સાથે લાઈસન્સ ફી – રૂ. ૯૦૦/- (નવ સો ) “૦૦૭૦–૬૦-૧૦૩-૦0 ( અન્ય વહીવટી સેવાઓ, રીસીપ્ટ અંડર એકસ્પ્લોઝિવ્સ એકટ વિગેરે)” સદરે ચલણથી સરકારશ્રીમાં જમા કરાવી અસલ ચલણ ફરજિયાત સાથે સામેલ રાખવાનું રહેશે. સૂચિત સ્થળનાં બ્લુ પ્રિંન્ટ નકશામાં અરજદારશ્રીએ સહી કરી અરજી સાથે ૦૩(ત્રણ) નકલમાં સામેલ રાખવાના રહેશે. સુચિત સ્થળ માલિકી/ભાડા હકકે ધરાવતાં હોવા અંગેનાં આધાર-પુરાવાઓ બિનચુક સામેલ રાખવાના રહેશે. હંગામી ફટાકડા લાયસન્સ મળવા માંગણી કરેલ સ્થળે સરકારશ્રી તરફથી કોરોના વાયરસ (COVID-19) અન્વયેની વખતોવખતની સૂચનાનું ચુસ્તપણે પાલના કરવામાં આવશે. ઉપરાંત તે અંગેનુ સોગંદનામું રજૂ કરવાનુ રહેશે, તેમ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments