અમરેલી સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માનવ મંદિરની શુભેચ્છા મુલાકાતે
આમ તો સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવ મંદિર હમેશા ઉત્કંઠાનું કેન્દ્ર રહ્યું છે અહીં વસવાટ કરતી મનોરોગી બહેનોની જીવનશૈલી અને તેની સંભાળ એ પણ એક પડકારજનક કાર્ય છે અને માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુ એ સુપેરે સસ્નેહ નિભાવી રહ્યા છે . આમ તો મનોરોગી બહેનોની પણ એક અલગ દુનિયા હોય છે . એને સમજવા માટે એનાં જીવનમાં પણ ઊંડુ ઉતરવું પડે . કચારેક કોઈ આઘાત તો કચારેક કોઈ અણધારી ઘટના પણ કોઈ પણ વ્યક્તિને માનસિક અસમતુલા તરફ દોરી જતી હોય છે. આ તમામ બાબતો ચિંતન, મનન અને અભ્યાસનો ગહન વિષય છે , જેને થોડું ઘણું સમજવા માટે પણ ખૂબ ધીરજ શાંતિ અને સાહજિકતાની આવશ્યકતા રહે છે. અમરેલી સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ઓ આ માનવમંદિરની શુભેચ્છા મુલાકાત પધારેલ . જો કે આ તકે તેઓએ મનોરોગી બહેનોની રહેણીકરણી તથા જીવનપદ્ધતિનો અભ્યાસ કરવાની પણ થોડી ઘણી તક તો જરૂર મળી હશે .
Recent Comments