અમરેલી

અમરેલી સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં વરસાદથી કરોડો રૂપિયાનું નુકસાન

અમરેલી સહિત સૌરાષ્‍ટ્રનાં લગભગ તમામ જિલ્‍લાઓમાં અધિકથી અત્‍યાધિક વરસાદ વરસી રહેલ છે. મોટાભાગનાં જિલ્‍લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે ખૂબ નુકસાન થવા પામેલ છે. આ જિલ્‍લાઓમાં વરસાદનાં કારણે જનજીવન ખોરવાઈ ગયેલ છે, રસ્‍તાઓનું ધોવાણ થયેલ છે, કેટલાંક રસ્‍તાઓ બંધ કરવાની ફરજ પડી છે, નદી-નાળા છલકાઈ જવાથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલ છે, ખેડૂતોનાં ખાતર-બિયારણ નિષ્‍ફળ ગયેલ હોઈ લીલા દુષ્‍કાળની સ્‍થિતિ પ્રવર્તી રહી છે, શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પાણી ઘુસી જતાં ઘરવખરી તથા માલસામાનને નુકસાન થયેલ હોઈ મોટું આર્થિક નુકસાન થવા પામેલ છે.

સતત વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાક નાશ પામેલછે, ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા છે, પાળા અને શેઢા ધોવાઈ ગયા છે, ઉભો પાક ધોવાઈ ગયો છે, પાક પાણીમાં ડૂબી ગયો છે, તલ તથા મગફળીનો પાક તૈયાર થઈ ગયેલ હતો જેના પાથરા પણ વરસાદના પાણીમાં ગરકાવ થઈ જતાં સંપૂર્ણપણે નાશ પામેલ છે.

સતત વરસતા વરસાદનાં કારણે સૌરાષ્‍ટ્રના મોટાભાગનાં જિલ્‍લાઓમાં ગંભીર પરિસ્‍થિતિ ઉભી થઈ છે. ગ્રામ્‍ય વિસ્‍તારો સહિત શહેરી વિસ્‍તારોમાં લોકોના ઘર અને ધંધાના સ્‍થળે પાણી ભરાઈ ગયેલ છે જેના કારણે ઘરવખરી અને માલસામાનને ભારે નુકસાન થવા પામેલ છે, મોટાભાગનાં જિલ્‍લાઓમાં ખેડૂતોના પાક નિષ્‍ફળ ગયેલ છે. ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ મગફળી, કપાસ, કઠોળ, તલ, શાકભાજી, ઘાસચારાનું વાવેતર કરેલ અને વરસાદ ખૂબ જ ખેંચાતા વરસાદનાં અભાવે પાક બળી ગયેલ. ત્‍યારબાદ વરસાદ થતાં ફરી પાકનું વાવેતર કરેલ જે તાજેતરનાં અતિવૃષ્‍ટિ સમાન વરસાદનાં કારણે પાક સદંતર નાશ પામેલ છે. ચાલુ ચોમાસાની સીઝનમાં રાજયમાં અંદાજે 80 જેટલા માનવ મૃત્‍યુ અને ર,334 જેટલા પશુ મૃત્‍યુ નોંધાયા છે. આવી પરિસ્‍થિતિમાં રાજય સરકાર નાગરિકોની મદદે આવે કાર્યવાહી સત્‍વરે કરવી જોઈએ

Related Posts