અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં તા. ૪ માર્ચથી ૬ માર્ચ, ૨૦૨૩ સુધી કમોસમી વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જિલ્લાના ખેડૂતોને તૈયાર પાક ઉતારી લેવા, ખેત પેદાશો અને ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા સૂચના છે. ઉપરાંત એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉન ખાતે ખેત જણસીના જથ્થાને સલામત સ્થળે રાખવા ડિઝાસ્ટર મામલતદારશ્રી, અમરેલી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં તા. ૪ માર્ચથી ૬ માર્ચ,૨૦૨૩ સુધી કમોસમી વરસાદની આગાહી

Recent Comments