અમરેલી

અમરેલી સાંસદ કાછડીયા એ પોતાના પરિવાર સાથે સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિર મનોરોગી આશ્રમમાં ભોજન કરાવી નવા વર્ષની કરી ઉજવણી

સાવરકુંડલા  અમરેલી સાંસદ કાછડીયા એ પોતાના પરિવાર સાથે સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિર મનોરોગી આશ્રમમાં ભોજન કરાવી નવા વર્ષની કરી ઉજવણી…સાવરકુંડલા થી ૫ કિલોમીટર દૂર આવેલા હાથસણી રોડ ઉપર મહિલાઓ નો મનોરોગી આશ્રમ માનવ મંદિર આવેલું છે જ્યાં અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા અને તેમના પરિવારે નવા વર્ષની સાંજનું ભોજન કરાવી ને ઉજવણી કરી સામાન્ય રીતે રાજકીય લોકો અને સેલિબ્રિટી નવા વર્ષની ઉજવણી રિસોર્ટ કે કોઈ હરવા-ફરવા સ્થળે જઈને નવું વર્ષની ઉજવણીએ આવતા હોય છે ત્યારે સાંસદ નારણભાઇ કાછડીયા અને તેમના પરિવારે માનવ મંદિર ખાતે આવી મનોરોગી બહેનો સાથે વાતચીત કરી અને માનવ મંદિર વિશે સાંસદ કાછડીયા પરિવારે માહિતી મેળવી આશ્રમના પૂ.ભક્તિ બાપુએ આશ્રમે પધારેલ કાછડીયા પરિવાર ને માનવ મંદિર ની માહિતી આપી તેમનું સ્વાગત કર્યું જોકે નારણભાઈ કાછડીયા અવારનવાર માનવ મંદિરની મુલાકાત લે છે અને માનવ મંદિર ના મનોરોગી બહેનો ને મદદરૂપ થવા માટે ના અનેક પ્રયાસો  રહ્યા છે સાંસદ કાછડીયા ના ધર્મ પત્ની નું પાંચ મહિના પહેલા અવસાન થયું જેની યાદ રૂપે માનવ મંદિરમાં રૂપિયા ૨૧ હજારનું દાન કરી આજીવન ભોજન તિથિ નોંધાવી હતી તેમજ તાઉ તે વાવાઝોડા દરમિયાન માનવ મંદિર માં ઘણું મોટું નુકસાન થયું હતું જેમાં રસોડું અને મોટો હોલ ધરાશાયી થતાં તેના નવનિર્માણ માટે રૂપિયા એકાવન હજાર નું યોગદાન પણ નૂતન વર્ષે માનવ મંદિરમાં આપ્યુ હતું.અને મનોરોગી બહેનોના આશીર્વાદ મેળવ્યા હતા

Related Posts