અમરેલી શાળા કોલેજમાં આભાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનોને એસ.ટી.બસની સારી સુવિધા મળી રહે તેવા હેતુથી અમરેલી થી સરિંગપુરની બસ બપોરે ૧૩.૦૦ કલાકે જતી બસ અમરેલી- મોટા આકડિયા – કાઠમાં લુણીધાર – માયાપાદર – દેવગામ – બાંભણીયા – સારિંગપૂર (To and Fro) ચાલે છે . જેથી અંતરિયાળ ગામડાઓના વિદ્યાર્થીઓને દરરોજ ચાલીને જવું પડે છે. તો તે રૂટ ફેરવી ને અમરેલી – મોટા આકડીયા – કાઠમા – લુણીધાર – ઇશ્વરીયા – લાખાપાદર – બાંભણીયા – સારિંગપુર – દેવગામ – માયાપાદર લુણીધાર – કાઠમા – મોટા આકડીયા –
અમરેલી (circular) કરવામાં આવે તો અંતરિયાળ ગામના વિદ્યાર્થીઓને લાભ મળે તેવા હેતુથી એ.બી.વી .પી . ના શહેર અધ્યક્ષ પ્રાધ્યાપક જે.એમ.તાળાવિયાએ પત્ર પાઠવી ડેપો મેનેજર અમરેલીને પત્ર પાઠવી રજુઆત કરી છે. તેમણે આ અંગે વિભાગીય અધિકારી બ્રિજરાજસિંહ જાડેજાને પણ જાણ કરી છે.
અમરેલી – સારિંગપુર બસ નો રૂટ ફેરફાર કરવા ડેપો મેનેજર અમરેલીને રજુઆત કરતા પ્રા.જે.એમ.તલાવીયા




















Recent Comments