તા. ૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે.”સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અંતર્ગત સ્વચ્છ ભારત મિશનના “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત “દામનગર અને અમરેલી નગરપાલિકા” દ્વારા રાત્રિ સફાઇ કરવામાં આવી હતી. અમરેલી નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી માટે સફાઇ કામદારો અને નાગરિકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના હસ્તે સાવરકુંડલા તાલુકાના ઘોબા સામુહિક સોક્પિટ, સામુહિક કંપોઝપિટના કામનું ખાત મુર્હૂત સંપન્ન થયું હતું. સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સરપંચશ્રી, એશોશિયન પ્રમુખ તથા સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીશ્રી, અગ્રણીશ્રીઓ, આગેવાનશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
“સ્વચ્છતા હી સેવા” પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત દામનગર નગરપાલિકા દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના કુંભનાથ ગાર્ડન ખાતે સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા. નગરપાલીકા પ્રમુખશ્રી, અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સફાઇ કર્મીઓ અને નાગરિકો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું.સ્વચ્છ ભારત મિશનના “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત દામનગર નગરપાલિકા દ્વારા શહેરના ખોડિયાર ચોક થી સરદાર ચોક, બહારપરા વિસ્તાર, ઘનશ્યામ નગર અને પ્લોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં રાત્રિ સફાઇ હાથ ધરવામાં આવી હતી.


















Recent Comments