fbpx
અમરેલી

આવતી કાલે અમરેલી, સાવરકુંડલા અને ધારી ખાતે મુખ્યમંત્રીના સંબોધનનું લાઈવ પ્રસારણ થશે

તા. ૨૦ જાન્યુઆરીના બપોરે ૨ થી ૪ દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢના કેશોદ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ૧૦ લાખ કુટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓના સમાવેશ અન્વયે સામુહિક અભિવાદન કાર્યક્રમ યોજાનાર છે. જેનું લાઈવ પ્રસારણ રાજ્યના ૧૦૧ તાલુકાઓમાં થવાનું છે જેના અનુસંધાને અમરેલી જિલ્લામાં નવા ખેડૂત તાલીમ કેન્દ્ર લીલીયા રોડ અમરેલી ખાતે સાંસદશ્રી નારણભાઇ કાછડીયાની ઉપસ્થિતિમાં, સાવરકુંડલા એપીએમસી ખાતે પૂર્વ મંત્રીશ્રી વી વી વઘાસીયાની ઉપસ્થિતિમાં અને ધારી એપીએમસી ખાતે ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે.

Follow Me:

Related Posts