અમરેલી સાવરકુંડલા ખાંભા બગસરા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાનો પ્રવાસ

આજરોજ તા 22/4/24 ના રોજ 14 લોકસભાના ભાજપા ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરીયાનો પ્રવાસ દરમિયાન સંતો મહંતોના આશિર્વાદ પ્રાપ્ત થયા અમરેલી કેરિયા રોડ પર આવેલ બ્રહ્મકુમારીજ આશ્રમ ખાતે મુલાકાત લીધી ત્યાં આશ્રમ ના સંસાલક ગીતા દીદી એ વિજય તિલક કરી અને રક્ષા કવચ બાંધી આશીર્વાદ દીધા
ત્યાર બાદ સાવરકુંડલા મુકામે પુર્વ સંસદ સભ્ય શ્રી નારાયણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશ કસવાલા તેમજ ધારાસભ્ય જેવી કાકડીયા ના વરદ હસ્તે મધ્ય કાર્યાલય લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ
આગળના પ્રવાસમાં ખાંભા તાલુકાના તાતણિયા ગામે વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં સભાનુ આયોજન કરવામાં આવ્યુ અને ખાંભા તાલુકાના રાયડી ગામે સુરેશભાઈની વાડીમાં સભાનુ આયોજન કરવામાં આવ્યુ
*ઘરે ઘરે કમળ ખિલશે,
દેશ આપણો વિશ્વગુરુ બનશે* ના નાર સાથે સભા ગુંજી ઉઠી આ તકે ધારાસભ્ય જેવી કાકડીયા
માજી ધારાસભ્ય નલિન કોટડીયા દિપક વઘાસિયા ,પાર્થભાઈ કટુરિયા ,વિપુલભાઈ શેલડીયા કાળુભાઇ ફિંડોલીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને ઉમેદવારને 400 પારનો ભરોસો આપ્યો
બગસરા સ્વામિનારાયણ મંદિરએ પુજ્ય સંતોના આશિષ લઈ બગસરા તાલુકાના હડાળા ગામે પણ સભાનુ આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો તેમજ ગામ જનો હાજર રહેલા સતત પ્રવાસની વચ્ચે
ગારિયાધાર ખાતે ગારિયાધાર વિધાનસભાના મતક્ષેત્રના મઘ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પરબડી આશ્રમ ના મહંત શ્રી બાલમુકુંન્દ બાપુ ના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ તકે ધારાસભ્ય શ્રી અને નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા પૂર્વ ધારાસભય કેશુભાઈ નાકરાણી વીડી સોરઠીયા તેમજ પાર્ટી ના તમામ હોદ્દેદારો અને આગેવાન કાર્ય કર્તા હાજર રહ્યા હતા
Recent Comments