અમરેલી

અમરેલી સિટી પોલીસ સ્ટેશનના ASI ની બદલી થતાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો

સમગ્ર વિગત ની વાત કરવામાં આવે તો અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા નારાયણસિંહ વાળા સાહેબની વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ કાર્યક્રમ અમરેલીના DYSP જે.પી.ભંડારી સાહેબની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.અને અમરેલી સિટી ASI.નારાયણસિહ ચોહાણ સાહેબને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા હતા.ત્યારે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી આઈ.જે.ગીડા સાહેબએ સન્માનિત કરી શ્રીફળ અને સાકરનો પડો અમરેલી સિટી ASI.નારાયણસિહ ચોહાણ સાહેબને આપીને વિદાય કર્યા હતા ત્યારે આ તકે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.જે.ગીડા સાહેબએ તેમજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ટીમ,મહિલા પોલીસ ની ટીમ,તેમજ અમરેલી ટ્રાફિક પોલીસ અધિકારી કેશુભાઈ પણ હાજર રહીને સન્માનિત કરી અમરેલી સિટી ASI.નારાયણ સિહ ચોહાણ સાહેબ ને વિદાય આપી હતી.

Related Posts