અમરેલી સિવિલ હોસ્પિટલ થી ભગીની છાત્રાલય સુધીનો રોડ તાત્કાલીક બનાવવાની આરોગ્યમંત્રી તેમજ માર્ગ અને મકાનવિભાગના મંત્રીને રજુઆત કરતા : પરેશ ધાનાણી
અમરેલી શહેરમાં સિવિલ હોસ્પિટલ પાસેનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે, જેમાં સિવિલ હોસ્પિટલ થી ભગીની છાત્રાલય તરફનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે, જેનાથી રાહદારી, તથા લોકોને અવર–જવર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. તો આ રોડને તાત્કાલીક અસરથી રીપેરીંગ કરવામાં આવે તથા આ રોડ પર રોજના હજારો મુસાફરો અવર–જવર કરે છે, અમરેલી જિલ્લાનું વડુ મથક હોવાથી તમામ કચેરીઓ તથા જિલ્લાની મુખ્ય હોસ્પિટલ અમરેલી ખાતે આવેલ છે,અને જિલ્લાની મુખ્ય હોસ્પિટલના જ રોડ જ અત્યંત બિસ્માર હાલતમાં છે, તો વડામથકે પહોચવા માટે લોકોને ખુબ જ હાલાકી વેઠવી પડે છે.ખરાબ રોડના કારણે દર્દીઓને અમરેલી હોસ્પિટલો સુધી પહોચવામાં પણ હાલાકી થાય છે, ખરાબ રોડ રસ્તાને કારણે લોકોના વાહનોની આવરદા પણ ઘટી જાય છે, અને મેઈન્ટેનસ ખર્ચ પણ વધી જાય છે, સિવિલ હોસ્પિટલ થી ભગીની છાત્રાલય તરફનો રોડને ત્વરીત મરામત કરવાની રજુઆત આરોગ્યમંત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી ને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરેલ છે.
Recent Comments