અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ નાસતા-ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.કે.વાઘેલા સાહેબની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ પરમાર તથા પો.સ્ટાફ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૩૦૪૯૭/૨૦૨૩, IPC કલમ-૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ-૧૮ મુજબના ગુન્હાના કામના આરોપી છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હોય જે આરોપી તથા ભોગ બનનારને ઉતર પ્રદેશના ફીરોજાબાદ શહેર ખાતેથી શોધી પકડી પાડી અમરેલી સીટી પો.સ્ટે. ખાતે લાવી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી
સુરજ પ્યારેલાલ કુશવાહ, ઉં.વ.૧૯, ધંધો મજુરી, રહે.ઓમનગર, યન્દવાર ગેટ, ફિરોજાબાદ, ઉત્તરપ્રદેશ
આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ., ડી.કે.વાઘેલા, પો.સબ.ઇન્સ શ્રી કે.એમ.પરમાર તથા એ.એસ.આઇ. જાકીરભાઇ ટાંક, પ્રકાશભાઇ ચૌહાણ, પો.કોન્સ, સંજયભાઇ પાટડીયા, દેવાંગભાઇ મહેતા, મનોજભાઇ વાઘ તથા સંજયભાઇ રબારી દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.
Recent Comments