અમરેલી સીટી પો.સ્ટે.ના વરલી મટકાના જુગારના ગુન્હામાં છેલ્લા પાંચેક મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી સીટી સર્વેલન્સ ટીમ
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા કેદિઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં બનતા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા કેદિઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબનાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.કે.વાઘેલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા મળેલ ચોક્ક્સ બાતમી આધારે અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ-બી ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૯૮/૨૦૨૩ જુ.ધા. કલમ ૧૨(અ) મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- પકડાયેલ આરોપીની વિગત :
ગોપાલભાઇ દિપકભાઇ કોટડીયા ઉ.વ.૩૦ ધંધો, પ્રા.નોકરી રહે.ગોંડલ, નાની બજાર, ભટ્ટ ગોપાલની શેરી તા.ગોંડલ જી.રાજકોટઆ કામગીરી અમરેલી સીટી પો.ઇન્સ. શ્રી ડી.કે.વાઘેલા સાહેબ તથા સર્વેલન્સ ટીમના ASI હરેશસિંહ દાનસિંહ પરમાર, PCજગદીશભાઇ સાર્દુળભાઇ પોપટ, Pcચિંતનકુમાર કનૈયાલાલ મારૂ, PC વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા તથા HC રાજેન્દ્રભાઇ દકુભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments