અમરેલી શહેરના તેમજ અમરેલી તાલુકાના ગામડાઓના ગ્રામજનો તેમજ વેપારીઓને સુરેન્દ્રનગર જવામાં ખુબ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો આથી અમરેલી તેમજ ચિતલ ગામના વેપારીઓએ અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીને રજુઆત કરતા શ્રી ધાનાણીએ એસ.ટી. વિભાગમાં ધારદાર રજુઆત કરીને અમરેલી– સુરેન્દ્રનગર રૂટની બસ (સા.કુંડલા–દુધરેજ) વાયા, અમરેલી, ચિતલ, બાબરા, જસદણ, સુરેન્દ્રનગર,વિછીયા,પાળીયાદ,સાઈલા બપોરે ર : ૧પ વાગ્યાની બસ શરૂ કરાવતા અમરેલી શહેરના વેપારીઓ તથા ચિતલ ગામના વેપારીઓ અને ચિતલ ગામના ગ્રામજનો તેમજ ચિતલ ગામના આગેવાનો રવજીભાઈ મકવાણા, જયેશભાઈ નાકરાણી,મયુરભાઈ ત્રિવેદી,બાબુભાઈ દેસાઈ, કૃષ્ણસિંહ સરવૈયા,જીવનભાઈ મીરોલીયા, રફીકભાઈ સોલંકી, રજાકભાઈ મુલતાની,વીપુલભાઈ જોષીએ ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો.
Recent Comments