અમરેલી સ્થિત કે.કે.પારેખ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ (ટેક્નિકલ શિક્ષણ ખાતુ, ગુજરાત રાજ્ય ગાંધીનગર અંતર્ગત સંચાલિત) ખાતે ટી.ઈ.બી. પેટર્નના એક વર્ષીય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકાય છે. વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેઓએ સંસ્થા ખાતેથી રૂ.૧૫ ભરી પ્રવેશ ફોર્મ રુબરુમાં મેળવી લેવું. (૧) એક વર્ષના સમયગાળો ધરાવતા ડેસ્કટોપ પબ્લિશીંગ કોમ્પ્યુટર કોર્ષ માટે પ્રવેશ લાયકાત અંગ્રેજી વિષય સાથે ધોરણ ૧૦ પાસ છે. (૨) એક વર્ષનો સમયગાળો ધરાવતા વાયરમેન (ઈ.આઈ.ડબલ્યુ.જે.) અભ્યાસક્રમ માટે પ્રવેશ લાયકાત ધોરણ ૯ પાસ છે. આ અંગેની વધુ વિગતો માટે સંસ્થાના નંબર (૦૨૭૯૨) ૨૨૨૪૬૭ પર સંપર્ક કરવા અમરેલી કે.કે.પારેખ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
અમરેલી સ્થિત કે.કે.પારેખ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ટી.ઈ.બી. પેટર્નના અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્ય શરુ

Recent Comments