આગામી તા.૧૭ માર્ચ, ૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ખેડૂત તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ, અમરેલી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ વિષયક સંવાદ કરશે. આ પરિસંવાદનો હેતુ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોમાં જાગૃત્તિ વધારવાનો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતીના નવતર અભિગમ થકી પર્યાવરણની જાળવણી શક્ય બને છે વધુમાં આ ખેતી નફાકારક પણ છે, એ રીતે જોવા જઇએ તો પ્રાકૃતિક કૃષિ થકી દેશમાં ખેડૂતોની ઉન્નતિની નવી દિશાઓ ખૂલે તેમ છે. દેશના વિવિધ રાજ્યોમાં પ્રાકૃતિક કૃષિ અપનાવો અભિયાન તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. આ પરિસંવાદમાં જિલ્લાના ખેડૂતો ભાગ લેશે. પ્રાકૃતિક ખેતીના નવતર અભિગમ બાબતે જિલ્લાના ખેડૂતો રાજ્યપાલશ્રી સાથે સંવાદ કરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમના આયોજન માટે વિવિધ તૈયારી કરવામાં આવી રહી છે.
Recent Comments