અમરેલી

અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ

જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આજરોજ અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨અમરેલી જિલ્લાની ૯૪-ધારી૯૫-અમરેલી૯૬-લાઠી૯૭-સાવરકુંડલા૯૮-રાજુલા એમ કુલ મળીને ૫ વિધાનસભા બેઠકોની મતગણતરીનું કાર્ય શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. 

પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ અમરેલી જિલ્લામાં તા.૦૧ ડિસેમ્બર૨૦૨૨ને ગુરુવારના રોજ મતદાન યોજાયું હતું. જિલ્લાની કુલ ૦૫ વિધાનસભા બેઠકોમાં અલગ અલગ પાર્ટીના કુલ ૪૯ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આજરોજ તા.૦૮ ડિસેમ્બર૨૦૨૨ના રોજ કડક અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારના ૮.૩૦ વાગ્યાથી મત ગણતરીનું કાર્ય શરુ થયું હતું. દરેક વિધાનસભા બેઠક દીઠ ઓબ્ઝર્વરશ્રી અને રિટર્નિંગ ઓફીસરશ્રીની હાજરીમાં અને  દેખરેખમાં રાઉન્ડ વાઈઝ મતગણતરીનું કાર્ય સંપન્ન થયું હતું.

          ૯૪ ધારી-બગસરા-ખાંભા મતવિસ્તાર બેઠકના ઉમેદવારશ્રી કાકડીયા જયસુખભાઈ (કાકડીયા જે.વી) ભારતીય જનતા પાર્ટીને કુલ ૪૬,૪૬૬ મત,  શ્રી કીર્તીકુમાર કમુભાઈ બોરીસાગર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ૧૭,૯૭૮ મતશ્રી પાયલ ભાવિન પટેલ જનતા દળ સેક્યુલરને ૨,૨૪૨ મતશ્રી ભૂપતભાઈ છગનભાઈ ઉનાવા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને ૮૮૧ મતશ્રી વિજયભાઈ અમૃતભાઈ ચાવડાને ૩૭૪ મતશ્રી સતાસીયા કાંતીભાઈ શંભુભાઈ આમ આદમી પાર્ટીને ૩૭,૭૪૯ મતશ્રી સુરેશભાઈ દીલુભાઈ પરમાર રાષ્ટ્રીય પાવર પાર્ટીને ૩૭૭ મતશ્રી સોજીત્રા હિતેષભાઈ ગોબરભાઈ રાષ્ટ્રીય હિંદ એકતાદળ પાર્ટીને ૨૬૦ મતશ્રી ચતુરભાઈ પરશોતમભાઈ રૂડાણી અપક્ષને ૬૬૮ મતશ્રી પરમાર ઈમરાનભાઈ વલીભાઈ અપક્ષને ૬૮૨ મતશ્રી વાળા ઉપેન્દ્રભાઈ વલકુભાઈ અપક્ષને ૯,૬૨૫ મત મળ્યા છે અને નોટામાં ૧,૮૪૫ મત  પડ્યા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી કાકડીયા જયસુખભાઈ (કાકડીયા જે.વી) વિજેતા બન્યા છે.

   ૯૫-અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા બેઠકમાં શ્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરીયા ભારતીય જનતા પાર્ટીને ૮૯,૦૩૪ મતશ્રી ધાનાણી પરેશકુમાર ધીરજલાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ૪૨,૩૭૭ મતશ્રી ગોહિલ મુકેશભાઈ ખીમજીભાઈ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને ૮૩૬ મતશ્રી રવિભાઈ ધાનાણી આમ આદમી પાર્ટીને ૨૬,૪૪૫ મતશ્રી વિનુભાઈ ચાવડા-અપક્ષને ૧,૩૮૫ મત મળ્યા છે અને નોટામાં ૨,૧૩૮ મત  પડ્યા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરીયા વિજેતા બન્યા છે.

   ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તાર બેઠકના ઉમેદવારશ્રી જનકભાઈ તળાવીયા ભારતીય જનતા પાર્ટીને કુલ ૬૪,૮૬૬ મતશ્રી વિરજીભાઈ ઠુંમર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ૩૫,૫૯૨ મત,  શ્રી જગદીશચંદ્ર માયાણી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને ૯૩૯ મતશ્રી જે.આર. પરમાર રાઈટ ટુ રીકોલ પાર્ટીને ૪૦૨ મતશ્રી જયસુખભાઈ રવજીભાઈ આમ આદમી પાર્ટીને ૨૬,૬૪૩ મતશ્રી દિલાભાઈ કોરેજા અપક્ષને ૭૭૯ મત અને શ્રી મુના નકુભાઈ બાવળીયા અપક્ષને ૭૯૯ મત મળ્યા હતા ઉપરાંત નોટામાં કુલ ૨,૦૪૦ મત પડ્યા છે. ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તાર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી જનકભાઈ તળાવીયા વિજેતા બન્યા છે.

   ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તાર બેઠકના ઉમેદવાર શ્રી કસવાલા મહેશભાઈ ભારતીય જનતા પાર્ટીને ૬૩,૭૫૭ મત,  સુશ્રી ગીતાબેન નાજાભાઈ મારૂ બહુજન સમાજ પાર્ટીને ૯૫૮ મતશ્રી પ્રતાપભાઈ દુધાત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ૬૦,૨૬૫ મત,  શ્રી નાનાલાલ કાલીદાસ મહેતા રાષ્ટ્રીય સમાજ દળને ૫૩૯ મતશ્રી ભરતભાઈ નાકરાણી આમ આદમી પાર્ટીને ૭,૮૯૫ મત,  શ્રી મકવાણા ભરતભાઈ કાળુભાઈ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને ૨૨૫ મત,  શ્રી કિશોરભાઈ બગડા અપક્ષને ૨૬૮ મતશ્રી યુનુસભાઈ દોલાભાઈ જાદવ અપક્ષને ૨૩૫ મતશ્રી શબ્બીરભાઈ અલારખભાઈ મલેક ઉર્ફે પીન્ટુભાઈ મલેક અપક્ષને ૩૭૯ મતશ્રી સૈયદ નૌશાદ રહીમ મીયા કાદરી અપક્ષને ૮૮૬ મતશ્રી હકુભાઈ વાળા અપક્ષને ૬૫૫ મત પ્રાપ્ત થયા છે આ ઉપરાંત નોટામાં કુલ ૨,૫૨૦ મત પડ્યા છે. ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તાર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી કસવાલા મહેશભાઈ વિજેતા બન્યા છે.

    ૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતવિસ્તાર બેઠકના ઉમેદવારશ્રી અંબરીષકુમાર જીવાભાઈ ડેર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ૬૮,૦૧૯ મતશ્રી હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીને ૭૮,૪૮૨ મતશ્રી ગાહા મજીદભાઈ સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઈન્ડિયાને ૯૭૮ મતશ્રી ચંપુભાઈ ધાખડા ગુજરાત નવનિર્માણ સેનાને ૫૯૮ મતશ્રી ભરતકુમાર બલદાણીયા આમ આદમી પાર્ટીને ૫,૨૯૪ મતશ્રી કરણભાઈ બારૈયા અપક્ષને ૧૯,૧૮૬ મતસુશ્રી ગીતાબેન ભરતકુમાર પરમાર અપક્ષને ૨૧૨ મતસુશ્રી ચંપાબેન નરશીભાઈ રાઠોડને ૧૬૬ મતસુશ્રી પુષ્પાબેન કમલેશભાઈ પરમાર અપક્ષને ૨૨૭ મતસુશ્રી મુક્તાબેન નરેન્દ્રભાઈ પરમાર અપક્ષને ૨૨૯ મતશ્રી રાજેશભાઈ નટુભાઈ જોષી અપક્ષને ૩૫૪ મતશ્રી વાઘ શીવાભાઈ ભાણભાઈ અપક્ષને ૩૬૪ મતશ્રી વાઘ હરસુરભાઈ વાલેરાભાઈને ૬૨૪ મતસુશ્રી વિજયાબેન ગીરીશભાઈ પરમાર અપક્ષને ૫૬૩ મતસુશ્રી શ્વેતાબેન બુધાભાઈ વાઘેલા અપક્ષને ૧,૪૯૬ મત પ્રાપ્ત થયા છે આ ઉપરાંત નોટામાં ૨,૮૨૯ મત પડ્યા છે. ૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતવિસ્તાર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી વિજેતા બન્યા છે.

       જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી. વિજય પટ્ટણી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવજિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓના સઘન પ્રયાસો થકી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ની તમામ કામગીરી જિલ્લા ચૂંટણીતંત્રના સુચારૂ આયોજન થકી શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

Related Posts