fbpx
અમરેલી

અમરેલી સ્થિત બાળ સંભાળ ગૃહને શ્રી ભુરખિયા મંદિર ટ્રસ્ટ દ્વારા વોશિંગ મશીનનું દાન

 સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ ગાંધીનગર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા સંચાલિત અમરેલી સ્થિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ (પ્રતાપપરા) ખાતે કાર્યરત છે.

જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ મુજબ કાળજી અને રક્ષણની જરુરિયાત ધરાવતા હોય તેવા, અનાથ, એક વાલી કે શોષિત, પીડિત, ગુમ થઈને મળી આવ્યા હોય તેવા, મજૂરી અને ભિક્ષાવૃત્તિ કરતા હોય તેવા ૦૬ થી ૧૮ વર્ષ સુધીના બાળકો-તરુણો માટે  સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાર્યરત છે.

જિલ્લામાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ની કલમ-૫૦ મુજબ કાળજી, સંભાળ અને રક્ષણની જરુરિયાત વાળા બાળકોને આ સંસ્થા ખાતે આશ્રય આપી તેમને સમયાંતરે સમાજની મુખ્ય ધારામાં યોગ્ય યોજનાકીય અને પારિવારિક પુનઃસ્થાપન કરવામાં આવે છે. સંસ્થા ખાતેના આ બાળકોને સારવાર, શિક્ષણ, તાલીમ, વિકાસ અને પુનર્વસન સહિતની બાબતોને આવરી લેવામાં આવે છે.

આ સંસ્થામાં રહેતા બાળકોના કપડાં ધોવા માટેની સુવિધા ઉપલબ્ધ થાય તેવા શુભ આશયથી ‘શ્રી ભુરખિયા મંદિર ટ્રસ્ટ’ ભુરખીયા દ્વારા બાળકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવા ઓટોમેટિક વોશિંગ મશીન દાન આપવામાં આવ્યું છે

    દરેક બાળકને તંદુરસ્ત અને સુખી બાળપણને સુરક્ષિત કરવા માટે, તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાઓ શોધવામાં સક્ષમ બનાવવાની તકોને સુનિશ્ચિત કરવા અને તેમને તમામ બાબતોમાં સતત ઉન્નતિ કરવામાં મદદ કરવાના ઉદ્દેશથી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, નિયામકશ્રી સમાજ સુરક્ષા વિભાગ-ગાંધીનગરની સ્વાયત્ત સંસ્થા દ્વારા સંચાલિત “ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન સોસાયટી”થી આ બાળ સંભાળ ગૃહ કાર્યરત છે, જેમાં હાલમાં ૩૩ બાળકો અંતેવાસ કરી રહ્યા છે.

આ દાન માટે  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી આર.બી. ખેર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વી.યુ.જોષી, સરકારી ચિલ્ડ્રન હોમના અધિક્ષકશ્રી એસ.બી.જોષી તેમજ સંસ્થાના તમામ સ્ટાફ દ્વારા “શ્રી ભુરખિયા મંદિર ટ્રસ્ટ”નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમ અમરેલી બાળ સંભાળ ગૃહના સુપ્રિટેન્ડેન્ટશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.  

Follow Me:

Related Posts