અમરેલી

અમરેલી હોટલ લોર્ડ્ઝ એન્જલ ખાતે ગોવિંદભાઈ ધોળકિયા ની આત્મકથા. “ડાયમંડસ્ આર ફોરએવર, સો આર મોરલ્સ” નું વિમોચન

અમરેલી હોટલ  લોર્ડ્ઝ એન્જલ ખાતે “સત્ ચરિત્ર પરિક્રમા” સમિતિ અમરેલી આયોજિત અમરેલી ના લાઠી ના દુધાળા ના વતની હીરા ઉધોગ ના માંધાતા અને રાજ્યસભાના સાંસદ  શ્રી ગોવિંદકાકા ધોળકિયા ની જીવનયાત્રા- આત્મકથા “ડાયમંડસ્ આર ફોરએવર, સો આર મોરલ્સ” ના ગુજરાતી અનુવાદ નું “Diamonda  Are Forever, So Are Morals”નુ વિમોચન અમરેલીની લોર્ડ્ઝ એન્જલ હોટેલ માં સંત બ્રમ્હાનંદ ધામ ચાપરડા ના પુ. મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને સાહિત્ય જગતના વિવિધ મહાનુભાવો અને અમરેલીના ગણમાન્ય નાગરિકો તથા રાજકીય,સામાજીક અને વેપારી આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમા કરવામા આવ્યુ હતું ગોવિદભાઈ ધોળકિયા ના સમગ્ર જીવન શૂન્ય માંથી સર્જન સંઘર્ષ સમર્પણ ત્યાગ ભક્તિ સાત્વિક વિચારો નું નિરૂપણ તેમના સમગ્ર જીવન કવન ને તાદ્રશ્ય કરતા “ડાયમંડસ્ આર ફોરએવર, સો આર મોરલ્સ” ના ગુજરાતી અનુવાદ નું ભવ્ય વિમોચન કરાયું હતું ખૂબ મોટી સંખ્યા માં અનેક ક્ષેત્ર ના મહાનુભવો ની ઉપસ્થિતિ માં વિમોચન સમારોહ યોજાયો હતો

Related Posts