અમરેલી – હોમગાર્ડ જવાનોની પુત્રીના લગ્નપ્રસંગ અને શિષ્યવૃત્તિનો હોંમગાર્ડઝ કલ્યાણનિધિ માંથી સહાય ચેકો અર્પણ કરવામાં આવ્યા.

હોમગાર્ડ કલ્યાણ નિધિ યોજના અંતર્ગત વિવિઘ સહાય ચૂકવણી કરવામાં આવી રહી છે હોમગાર્ડઝ જવાનો સ્વૈચ્છિક રીતે એક દિવસના ફરજવભથ્થા ની રકમ કલ્યાણનિઘિ માં ફાળો આ૫તા હોય છે જવાનો ને મરણોત્તર સહાય, વિવિઘ તબિબી સહાય, જવાનના બાળકોને ઉચ્ચ અભ્યાસ અર્થે સહાય,દીકરીના લગ્ન પ્રસંગે સહાય, મહિલા હોમગાર્ડઝ ને પ્રસૂતિ સહાય કરવામાં આવે છે.
જેથી અમરેલી શહેર હોમગાર્ડઝ યુનિટ મહેન્દ્રભાઈ સિસોદીયા ની દિકરીના લગ્ન પ્રસંગે તથા બગસરા યુનિટના જીતેન્દ્રભાઇ બોરીચા ની પૂત્રીને શિષ્યવૃતિ સહાય ચેક અશોક જોષી જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ અમરેલી ના વરદ હસ્તે ચેક અર્પણ કરાયો હતો આ તકે અમરેલી નગરપાલિકા ના કારોબારી ચેરમેન અને સ્ટાફ ઓફિસર સુરેશભાઈ શેખાવા, સેકન્ડ કમાન્ડન્ટ બળદેવસિંહ ગોહિલ ગોહિલ, સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમીતગીરી ગોસ્વામી, સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ આર.ડી.મહેતા, સ્ટાફ ઓફિસર લીગલ હંસાબેન મકાણી તથા યુનિટ અઘિકારી પાઘડાળ, સાવજ, બોરીચા, સા૫રીયા વગેરે હોંમગાર્ડ જવાનો , એન.સી.ઓ. મોટી સંખ્યામાં હાજર રહેલ તેમ પબ્લિક રીલેશન ઓફિસર અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
Recent Comments