અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ના કર્મચારીઓ નું પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અમરેલી જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની સેવા થકી મહિલાઓને અવાર-નવાર મદદગાર બની છે.જે અનુસંધાને તારીખ ૪/૦૫/૨૦૨૨ ના રોજ સમાચાર પત્રમાં ૧૮૧ થકી આપઘાત કરવા જતી મહિલાના બચાવ અંગે ની કામગીરી અંગે વિગતો વંચાણે લઈ પ્રસિદ્ધ થયેલ સમાચાર અનુસંધાને “અમરેલી જિલ્લા પોલીસ અધિકક્ષ હિમકર સિંહ દ્વારા ૧૮૧ અભયમ ટીમ ના કાઉન્સેલર પરમાર હીના, જીઆરડી મનીષાબેન માધડ તથા જગદીશભાઈ મોરે ને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આજ રીતે સારી કામગીરી કરી ઉત્કૃષ્ટતા તથા શ્રેષ્ઠતાના સર્વોત્તમ સ્તર સુધી પહોંચાડવામાં પોતાનો ફાળો આપતા રહેશો એવી અપેક્ષા સહ શુભેચ્છાઓ આપી હતી….
“અમરેલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના કર્મચારીઓનું શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ”

Recent Comments