અમરેલી

અમરેલી 108 ઈમરજન્સી સેવા દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને વર્લ્ડ રીમેમ્બર્સ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

સમગ્ર વિશ્વમાં નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારને વર્લ્ડ રીમેમ્બર્સ દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે  વર્ષ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

આજ રોજ સેન્ટર પોઇન્ટ સરદાર સર્કલ અમરેલી ખાતે  108 ઈમરજન્સી સેવા ખિલખિલાટ તેમજ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવાના કર્મચારીઓની  ઉપસ્થિતિમાં અકસ્માત માં મૃત્યુ પામેલ વ્યક્તિઓને મીણબત્તી પ્રગટાવી બે મિનિટનો મૌન પાળી ને  શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી  તેમજ  શપથ લેવડાવવામાં આવી હતી.

Related Posts