અમરેલી

અમરેલી 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તેમજ ફરતા પશુ દવાખાના દ્વારા “વર્લ્ડ એનિમલ ડે” ની ઉજવણી કરવામા આવી

આજરોજ તારીખ 04 ઓક્ટોબર ના રોજ “વિશ્વ પ્રાણી દિવસ” નિમિતે અમરેલી 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તેમજ ફરતા પશુ દવાખાના ના કર્મચારીઓ દ્વારા વિશ્વ પ્રાણી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આજના આ દિવસ નિમિતે અમરેલી જિલ્લા મા રખડતા પશુઓ ની સારવાર કરી આજના ખાસ દિવસ ને ઉજવવામાં આવ્યો હતો તેમજ અમરેલી ખાતે આવેલ કામધેનુ ગૌશાળા ખાતે અમરેલી 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ના ડો. ઉમેશ શીશારા તેમજ ડો. મુકેશ બજિય તથા તેમના સાથી પાઇલટ કમ ડ્રેસર દિવ્યેશ ભરાડ તેમજ જયેશ ચાવડા દ્વારા ગૌશાળાની બીમાર તેમજ ઘાયલ થયેલ ગાયો ની સારવાર કરી આજના આ વિશ્વ પ્રાણી દિવસ ની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી હતી તેમજ ગુજરાત 1962 ની રિસર્ચ ટીમ દ્વારા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા અને એમ વી ડી દ્વારા પ્રાણીઓ પર શું બદલાવ આવ્યો તેના પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે અમરેલી 1962 એનિમલ એમ્બ્યુલન્સ ના જિલ્લા પ્રોગ્રામ મેનેજર શ્રી ડો. જતીન સંચાણીયા સાહેબ તેમજ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અમાનતઅલી નકવી દ્વારા આજના દિવસે આવી સરસ કામગીરી બદલ 1962 ના કર્મચારીઓને બિરદાવવા મા આવ્યા હતા. તેમજ અમરેલી જિલ્લા ની જનતાને આજના દિવસ નિમિત્તે ખાસ અપીલ કરવામાં આવે છે કે અમરેલી ખાતે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે તો કોઈ પણ પશુ પક્ષી બીમાર હોય કે ઘાયલ હોય તો તેને મફત સારવાર મળી રહે તે માટે ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી અબોલ જીવ બચાવવામાં સહભાગી થવું

Related Posts